Gujarat

ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરત
સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામનો યુવક એક વર્ષથી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનો પીછો કરી રહ્યો હતો. જેનાથી કંટાળીને ગ્રીષ્માએ તેના ભાઈ અને મોટા પપ્પાને ફરિયાદ કરતાં તેઓએ ફેનિલને ઠપકો પણ આપ્યો હતો. જાેકે શનિવારે સાંજે ફેનિલ બદલો લેવા માટે હાથમાં ચપ્પુ સાથે ગ્રીષ્માને મળવા પહોંચ્યો હતો. જ્યાં તેણે જાહેરમાં ચપ્પુથી ગ્રીષ્માનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. સુરતના કામરેજ તાલુકાના પાસોદરા પાટીયા નજીક એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવક ફેનિલે જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવનો કંપારી છૂટે તેવો વીડિયો સામે આવ્યો હતો. હવે આરોપી ફેનિલે યુવતીની હત્યા કર્યા બાદના વીડિયો સામે આવ્યા છે. જેમાં તેણે દવા પી ને હાથની નસ કાપી, છતાં લોકોને દૂર રાખવા ચપ્પુ બતાવતો હર્તા ગ્રીષ્માની ગળું કાપીને ઘાતકી હત્યા કરનાર ફેનિલના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં તે પોતાના હાથની નસો કાપી રહ્યો છે. ત્યારબાદ લોકો આ યુવકને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જ્યારે ફેનિલ લવારા કરી રહ્યો છે કે, મને મેસેજ કરવાની ના પાડી હતી. હું મેસેજ પણ નહતો કરતો. આમ છતાં તે લોકો મને મારવા માટે માણસો મોકલતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *