Gujarat

ચીખલીના રાનકુવામાં વીજ પ્રવાહ ખોરવાતા લોકો પરેશાન

ચીખલી
રાનકુવા સબ ડિવીઝનના તાલુકામાં આવતા સુરખાઈ, દોણજા, કુકેરી, રાનકુવા સહિતના ગામોમાં વીજ પુરવઠો પુરી પાડતી વીજ લાઇન પર વેલાઓનું સામ્રાજ્ય સાથે વીજ લાઇન ઝુલા ખાતી જાેવા મળી રહી છે. આ ઉપરાંત વિજપોલો નમી જવા પામ્યા છે. ટ્રાન્સફોમર પાસે પણ ઝાડી ઝાખરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત થવા પામ્યું છે. આ પ્રકારની વીજ લાઈનની સ્થિતિમાં ઘણી જગ્યા તણખા પણ ઝરવાના સંજાેગોમાં આગ જેવા અકસ્માતના બનાવો પણ થાય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ વીજ કંપનીના જવાબદારોની બેદરકારીને પગલે અવાર નવાર ટ્રીપિંગ આવવું સામાન્ય બાબત થઈ જવા પામી છે અને જ્યોતિગ્રામના સમયમાં વીજળીના ધાંધિયાનો ભૂતકાળ લોકો સમક્ષ ઇજાગર થઈ રહ્યો છે. હાલે ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમીના માહોલમાં માનવજાત, પશુ પ્રાણીઓ ખેતીવાડીમાં સિંચાઈમાં પાણીની જરૂરિયાત વધવા સાથે વીજ પુરવઠો પણ નિયમિત મળે તે જરૂરી છે, પરંતુ ઉનાળાના પ્રારંભે જ વીજળીના ધાંધિયા વધી જવા પામ્યા છે. આમ તો વીજ કંપની દ્વારા સમાયાંતરે વિજલાઈનની જાળવણી મરામત માટે આખો દિવસ વિજકાપ મૂકી કામગીરી કરાતી હોય છે અને જેમાં ઝાડી ઝાંખરા કાપવા સાથે સાફ સફાઈ પણ કરાતી હોય છે. તેમ છતા અવાર નવાર વીજળી ડુલ થઈ રહી છે. ત્યારે આવી કામગીરી માત્ર કાગળ પર કરી ખર્ચ ઉધારી દેવામાં આવે છે કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.રાનકુવા વિસ્તારના ગામોમાં વીજળીનો પુરવઠો નિયમિત મળી રહે અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા રાનકુવા વિસ્તારમાં અલગ સબ ડિવિઝન ઊભું કરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ રાનકુવા વીજ કંપનીના સબ ડિવિઝનનો વહીવટ ખાડે જતા જેની સીધી અસર વીજ પ્રવાહ પર પડવા પામી છે.

People-are-disturbed-by-the-power-outage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *