વંથલી હિન્દુ સ્મશાન ભૂમિ માં પાણી પ્રશ્ને ચગ્યો વધુ એક વિવાદ…..
નગર સેવકે મેમણ પ્લાઝા ચોકમાં કર્યા ઉપવાસ આંદોલન શરૂ…..
વંથલી નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના કૂવામાં પીવાલાયક પાણી ન હોય નજીકના મુસ્લિમ ખેડૂત દ્વારા પોતાના કૂવામાંથી મફત પાણી સ્મશાન માં અપાતું હતું જે પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવી દેવાતાં વંથલીના નગરસેવક મયુર ટીલવા દ્વારા અન્નજળ ના ત્યાગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતાં ચકચાર મચી જવા પામી વિવાદોનું કેન્દ્ર બિંદુ એવી વંથલી નગરપાલિકા એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે.ત્યારે સ્મશાન માં પાણી મુદ્દે વિવાદ સર્જાતા નગરસેવકે ઉપવાસ પર ઉતરી ચીફ ઓફિસર રાજકીય ઇશારે કામ કરતા હોવાના આક્ષેપ કર્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે સ્મશાન ભૂમિમાં મુસ્લિમ નગરસેવક સિરાજ વાજા દ્વારા મફત મીઠું પાણી પૂરું પાડવામાં આવતું હતું જે પાણી નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવી દેવાતાં સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી છવાઇ છે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


