Gujarat

ઊનાના સનખડામાં બસ સમયસર ન આવતા છાત્રો પરિક્ષામાં મોડા પહોચ્યા. બપોર પરત આવતી બસમાં છાત્રો ઘેટા–બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે..

ઊના – ઊના-સનખડા રૂટની એસટીબસ અનિયમીત આવતા વિદ્યાર્થીઓને નાછુટકે ખાનગી વાહનોમાં જવા મજબૂર થવું પડ્યુ હતું. ઊના શાળાઓમાં ધો. ૧૦/૧૨ તેમજ કોલેજની હાલ પરીક્ષા શરૂ હોય જેથી સનખડા, ખત્રીવાડા, ગાંગડા સહીતના આજુબાજુના ગામના છાત્રો બસમાં મુસાફરી કરીને ઉના શાળાએ જતાં હોય પરંતુ આજે સનખડા એસટી બસ ન પહોંચતા તમામ છાત્રોને પોતાના સ્વખર્ચે ખાનગી વાહન રીક્ષા તેમજ અન્ય વાહન મારફતે ઉના શાળાએ જવુ પડેલ હતું અને છાત્રોના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત ઉના-જાફરાબાદ રૂટની મીની બસ દોઢ વાગ્યાની સનખડા આવે ત્યારે છાત્રોને બસમાં બેસવાની જગ્યા ન મળતા ઘેંટા-બકરાની જેમાં બેસી મુસાફરી કરવા મજબુર બન્યા હતા. ત્યારે એસટી તંત્ર દ્રારા છાત્રોના હિતમાં સમયસર બસ મુકવામાં આવે છાત્રો તેમજ ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

 

-સમયસર-ન-આવતા-છાત્રો-પરિક્ષામાં-મોડા-પહોચ્યા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *