Gujarat

ચીમલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ફરી શરુ કરવા હુકમ કરાયો 

પાવી-જેતપુર તાલુકાની ધી ચીમલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી 2019થી ફડચામાં જતા બંધ કરવાનો અંતિમ હુકમ આપેલો હતો. ત્યારબાદ આ મંડળી સતત સ્થગિત થયેલ હતી. જે સભાસદો/બિન સભાસદો દ્વારા મંડળી પુન:જીવિત કરવા માટે આમુખ-૨ માં જણાવ્યા પ્રમાણે ખાસ સાધારણ સભા બોલાવીને મંડળીના ઉદેશો મુજબ કામગીરી કરવાની શક્યતા જણાતા, મંડળીના સભાસદોનો સર્વાંગી વિકાસ થાય તેવા શુભ આશયથી તેમજ ચીમલી ગામની સંસ્થાના સભ્યો કાર્યક્ષેત્ર બહારની સંસ્થામાં દૂધ ભરવા જતા થયેલા આકાસ્માંતોને ધ્યાને લેતા જોખમના નિવારણના આશય સહ પ્રવર્તમાન ગુજરાત સરકારશ્રીની ઉદાર નીતિઓ અને માળખાને આધીન રહી તેના લાભ લેવા માટે અગ્રીમતાના ધોરણે ફડચા અધિકારીશ્રીએ રજૂઆત કરેલ જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ હોઈ ખાસ સાધારણ સભામાં થયેલ વ્યવસ્થાપક કમિટીની નિમણુક કરવામાં આવેલ. તે આધારે મંડળીને પુનઃ જીવિત કરવા માટે ઠરાવેલ હોય મંડળીના ઉદ્દેશો મુજબની કામગીરી કરવા ખાતરી આપતા તથા દૈનિક દૂધ એકત્ર કરવાની ખાતરી આપતા  જિલ્લા રજિસ્ટ્રારે પુનઃજીવિત કરવાનો હુકમ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળી ૧૯૯૩થી નોંધાયેલ હતી અને જેને ૨૫/૦૬/૨૦૧૯નાહુકમ ક્રમાંક ફડચ/ગ-૨/૧૫/૨૦૧૯થી ફડચામાં જવા અંગેનો હુકમ થયો હતો. ત્યાર બાદ આમુખ ૪-૫ ની જોગવાઈને ધ્યાને લઈ મંડળીના કાયદાની કલમ-૧૯ અન્વયે ફરી શરુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *