મોસમના કુલ વરસાદમાં–૧૪૯૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન જાળવી
રાખતો દેડીયાપાડા તાલુકો
————-
નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ– ૧૧૬૯ મિ.મિ.વરસાદ નોંધાયો
————-
નર્મદા જિલ્લામાં તા.૨૬ મી જૂલાઇ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૧૯ મિ.મિ. અને સૌથી ઓછો નાંદોદ તાલુકામાં-૦૪ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદ્ઉપરાંત તિલકવાડા તાલુકામાં-૧૪ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકમાં-૧૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૧૬૯ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૪૯૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો -૧૧૮૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૧૧૬૧ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૦૦૩ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૯૯૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૮.૪૭ મીટર, કરજણ ડેમ-૧૦૭.૫૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૫ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૬.૨૫ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
