Gujarat

છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રીના હસ્તે રૂા.૨.૩૭ કરોડના કેશ ક્રેડિટ અને સી.આઇ.એફના ચેકોનું વિતરણ કરાયું.

છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી  નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કેશ ક્રેડિટ કેમ્પ અને સી.આઇ.એફ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે બોડેલી તાલુકાાન ગાજીપુર ગ્રામ સંગઠનને રૂા. ૧૫.૦૦ લાખ, બોડેલી તાલુકાના તોરણીયા ગ્રામ સંગઠનને રૂા. ૧૫.૦૦ લાખ, બોડેલી તાલુકાના રાજબોડેલી ગ્રામ સંગઠનને રૂા. ૧૫.૦૦ લાખ, જેતપુર પાવી તાલુકાના ગ્રામ સખી સંઘ સેલ્વાને રૂા. ૧૫.૦૦ લાખ, જેતપુર પાવી તાલુકાના ગ્રામ સખી સંઘ સીથોલને રૂા. ૧૫.૦૦ લાખ, જેતપુર પાવી તાલુકાના ગ્રામ સખી સંઘ દેગલાને રૂા. ૧૫.૦૦ લાખ, સંખેડા તાલુકાના ગ્રામ સખી સંઘ વાસણાને રૂા. ૧૫.૦૦ લાખ, સંખેડા તાલુકાના પાનિયાપુરા ગ્રામભ્ય સખી સંઘને રૂા. ૧૫.૦૦ લાખ, નસવાડી તાલુકાના રાયપુર સખી સંઘને રૂા. ૧૫.૦૦ ઇાદ, નસવાડી તાલુકાના કેવડી સખી સંઘને રૂા. ૧૫.૦૦ લાખ, કવાંટ તાલુકાના પીપલદા મહિલા ગ્રામ સંગઠનને રૂા. ૧૫.૦૦ ઇાખ, કવાંટ તાલુકાના સીહાદા સખી સંઘને ૧૫.૦૦ લાખ, સંખેડા તાલુકાના ગુંડીયા ગ્રામ સખી સંઘને રૂા. ૦૮.૦૦ લાખ, બોડેલી તાલુકાના જબુગામ સખીને રૂા. ૦૮:૦૦ લાખ, નસવાડી તાલુકાના છકતર ઉમરવા સખી સંઘને રૂા. ૦૮:૦૦ લાખ, નસવાડી તાલુકાના સાંકળ(ત) સખી સંઘને રૂા. ૦૮:૦૦ લાખ અને નસવાડી તાલુકાના રતનપુર(ક) સખી સંઘને રૂા. ૦૮:૦૦ લાખ મળી કુલ ૧૭ ગ્રામ સંગઠનોને રૂા. ૨૨૦ લાખના સી.આઇ.એફનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંખેડાના વૈભવ સખીમંડળને રૂા. ૦૨.૦૦ લાખ, બોડેલી તાલુકાના નવા ટીમ્બરવાના માં દર્ગા સખી મંડળને રૂા. ૦૩.૦૦ લાખ, છોટાઉદેપુર તાલુકાના ઘેલવાંટના દિવ્યા મહિલા બચત મંડળને રૂા. ૨.૭૦ લાખ, જેતપુર પાવી તાલુકાના મોટી બેજના બી.એ.પી.એસ સખીમંડળને રૂા. ૦૬.૦૦ લાખ, નસવાડી તાલુકાના જસ્કીના જય રામ સખીમંડળને રૂા. ૦૧.૦૦ લાખ અને કવાંટના બગલીયાના જ્યોતિ મિશન મંગલમ્ મંડળને રૂા. ૦૩.૦૦ લાખની કેશક્રેડિટના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *