વિઓ: તા. ૨૨મી, જૂનથી તા. ૨૮મી, જૂન સુધી છોટાઉદેપુર ખાતે આવેલા .એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજય સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય જિલ્લા કક્ષાના સખી મેળાનો છોટાઉદેપુર ના મહિલા સાંસદ ગીતાબેન ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો,
રાજ્યભરમાં તા:૨૨ થી ૨૮ સુધી વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૨૦ વર્ષની વિકાસયાત્રાનું પ્રદર્શનિનું આયોજન કરવામાં આવ્યું છે,ત્યારે છોટાઉદેપુર માં કોલેજ મેદાન માં આયોજિત આ પ્રદર્શનીની સાથે જિલ્લાના સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન/વેચાણ માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.મેળામાં ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઇન્ડેક્ષ-સી, ખાદી ગ્રમોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અને મહિલા આર્થિક વિકાસ નિગમના કારીગરો અને સ્વ સહાયજૂથો ના સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં જિલ્લાકક્ષાના મેળામાં ગુજરાત લાઇલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ, ઇન્ડેક્ષ-સી, ખાદી ગ્રમોદ્યોગ બોર્ડ, ગુસ્વ સહાયજૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તેમના ખેતરમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા ખેતીપાકોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે,
રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનીને ખુલ્લી મુકતા સાંસદ ગીતાબેન રાઠવા એ રાજય સરકારની ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય જિલ્લાકક્ષાના મેળાનો લાભ લેવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. કાર્યક્રમ ઉપસ્થિત જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અઘિકારી ગંગા સિંઘ, નિવાસી અઘિક કલેક્ટર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુંભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


