Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા અલ્હાદપુરા ગામના બારીયા તુલસીભાઈ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા અલ્હાદપુરા ગામના બારીયા તુલસીભાઈ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન  અકસ્માતમાં તેઓ શહીદ થયા છે તેઓનો પાર્થિવદેહ પ્લેન મારફતે વડોદરા લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ માદરે વતર લાવવમાં આવતા મોટી સંખ્યા માં તમામ સમાજ ના લોકો ભેગા થઈ તેઓ ને શ્ર્દ્ધાંજલી અર્પણ કરી
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક આવેલા અલ્હાદપુરા ગામે રહેતા બારીયા તુલસીભાઈ રયજીભાઈ (ઉ.વ ૪૧) દેશની રક્ષા કરવાની નેમ લઈ ભારતીય આર્મીમાં ૨૦૦૧ માં જોડાયા હતા અને તેઓ સતત ૨૧ વર્ષ દેશની રક્ષા કરી છે તેઓ જમ્મુ કાશ્મીર ખાતે તેઓની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ગત ૫ માર્ચના રોજ તેઓ પોતાના વતન અલ્હાદપુરા રજાના સમયગાળામાં પોતાના પરિવાજનો તેમજ મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુ કાશ્મીર માં હાજર થયા હતા પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં કોઈ કે આ જવાન આવી રીતે ઘરે પરત ફરશે,મળતી પ્રાથમિક માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના કૂપવાડા-શ્રીનગર હાઇવે પર  તુલસીભાઈ આર્મી ગાડીમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈક કારણોસર ગાડીનનો અકસ્માતમાં સર્જાયો હતો જેમાં તુલસીભાઈને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યા સારવાર દરમિયાન તેઓ શહીદ થયા છે આજે સોમવારે બપોરના સમયે તેઓનો પાર્થિવ દેહ દિલ્હીથી વિમાન મારફતે વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રોટોકોલ મુજબ તિરંગા ધ્વજ સાથે તેમના પથિવદેહને વતન  લાવવમાં આવ્યો હતો આ ઉપરાંત બોડેલી તાલુકા સેવાસદન થી અલીપુરા ચાર રસ્તા થઈ મોડાસર ચોકડી થઇ અલ્હાદપુરા ગામ સુધી લોકો મોટી સંખ્યા માં ભેગા થયા હતા. તમામ સમાજ ના લોકો એ તુલસી બારિયા ને પુષ્પ માળા ચડાવી અને પુષ્પ વર્ષા કરી હતી
      હિન્દુ  મુસ્લિમ તમામ સમાજ ના લોકો એ તુલસી બારિયા ના પાર્થિવ દેહ ને  કતાર માં ઊભા રહી  શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી. અને તુલસી બારિયા ના પરિવાર ને હીમત આપે તેવી પ્રભુ ને પાર્થના કરી હતી અને દેશ માટે બલિદાન આપનારા જવાન માટે ગર્વ લીધો હતો
છોટાઉદેપુર ના માજી સૈનિકો એ પણ હાજરી આપી અને તેઓ એ જણાવ્યુ કે ચાલુ સર્વિસ પર કે જેઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થતાં તેઓ ને સહિદ ગણાવ્યા દેશ માટે તુલસી બારિયા એ બલિદાન આપ્યું તેને લઈ તેઓ એ પણ ગર્વ લીધો
યાત્રા એમના પોહચતા નિવાસસ્થાને વિધિ કારવામાં આવી હતી આ ઉપરાંત પરિવારજનો સહિત રાજકીય નેતાઓ આગેવાનોએ તેમજ ઉપસ્થિત લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ પરિવાજનો સહિત લોકોએ અંતિમ દર્શન કર્યા હતા અને ગામા જવાન ની અંતિમ યાત્રા ૧૨ હજાર થી વધુ લોકોએ ભીની આખે જવાનને વિદાય આપી હતી અંતે અલ્હાદપુરા ગામના સ્મશાન ભૂમિમાં આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ તુલસીભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાત્રીના સમયે પરિવાજનો દ્વારા જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220314-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *