Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ૧૦ વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની સ્ટેમ ક્વીઝ સ્પર્ધામાં ભાગ લીધો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર,છોટાઉદેપુર દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાંથી કુલ ૧૫૬૩૬ બાળકોએ

રજીસ્ટ્રેશન કરાવેલ હતું જેની જિલ્લા કક્ષાની પરીક્ષા તા.૨૮/૦૨/૨૦૨૨ ના રોજ લેવામાં આવી હતી.જેમાં ભાગ લીધેલ
વિદ્યાર્થીઓમાંથી સ્ટેટ લેવલ ક્વીઝ સ્પર્ધા માટે જિલ્લા માંથી કુલ ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.આ સ્ટેટ
લેવલ ક્વીઝ સ્પર્ધાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ ને રવિવારના રોજ ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં
આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લઇ જિલ્લા તથા શાળાઓનું ગૌરવ વધાર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220306-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *