Gujarat

છોટાઉદેપુર ના બોડેલીમાં રેન્જ આઇજી એમ.એસ.ભરાડા ની અધ્યક્ષતામાં E-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

હવેથી વાહન ચોરી કે મોબાઇલ ચોરીનાં અરજદારને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને ડિજિટાઈલ કરવા માટે ઈ એફ.આઇ.આર ની એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે ઈ-એફ.આઇ.આર કરવા માટે સીટીઝન પોર્ટલ કે ગુગલ પ્લે સ્ટોર પરથી એપ ઇન્સ્ટોલ કરી અરજદાર જાતે જ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે જેથી પોલીસ જાતે અરજદાર નો સંપર્ક કરી 30 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે હાલમાં ઈ-એફ.આઇ.આર માં મોબાઈલ ચોરી અને વાહન ચોરીનો સમાવેશ કરવામાં આવેલ છે મોબાઇલ અને વાહન ચોરીની ઘટનામાં કોઈ જાતની જોર જબરજસ્તી ન કરેલી હોવી જોઈએ આ પ્રકારની તમામ એફ.આઇ.આર ની જાણકારી આપવા માટેનો બોડેલી ના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે રેન્જ આઇજી એમ.એસ.ભરાડા ની અધ્યક્ષતામાં E-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક જી.જે.ચાવડા , બોડેલી પોલીસ મથકના પીએસઆઈ એ.એસ.સરવૈયા ,સાથે  અધિકારીઓ તેમજ નગરમાંથી આગેવાનો, વેપારીઓ તથા તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220803_173844.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *