Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેતપુરપાવી પોલીસ સ્ટેશનના વનકુટીર પાસેથી કિ.રૂ.૧,૧૪,૫૫૨/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી
તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે  એચએચ.રાઉલજી ઇન્યા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે વનકુટીર પાસે પ્રોહી-વોચ નાકાબંધી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૧૪,૫૫૨ તથા ટાટા માન્ઝા ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩,૧૯,૫૫૨/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220826-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *