Gujarat

જખૌ બંદર મરીન પોલીસે ઓનલાઇન ટોકન સિસ્ટમ બાબતે માછીમારોને સમજણ આપી

જખૌ
ઓનલાઇન ટોકન સિસ્ટમ બાબતે માછીમારોને પુરતું માર્ગદર્શન આપવું વધારે સારી વાત કહેવાય. તેવું એક પીઆઈએ માછીમારો ને ઓનલાઇન ટોકન સિસ્ટમ બાબતે પુરત માર્ગદર્શન કર્યું જખૌ બંદર મરીન પોલીસ મથકે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઇ ડી. એસ. ઇસરાનીએ ઓનલાઇન ટોકન સિસ્ટમ બાબતે માછીમારોને સમજણ આપી હતી. બાદમાં માછીમારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે બંદર ખાતે લગભગ ૯૦% માછીમારો અભણ હોવાથી ઓનલાઇન ટોકન પરવાનગી લેવા સક્ષમ ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ બંદર ખાતે નેટવર્કનો અભાવ હોવાની જાણ કરતા પી આઈ દ્વારા માછીમારો ને જણાવવામાં આવ્યું હતું કે જખૌ બંદર મરીન પોલીસનો સ્ટાફ તેમજ ફિશરીઝ વિભાગના ગાર્ડ દ્વારા મરીન પોલીસ મથકે વાઈફાઈની સુવિધા હોવાથી તમામ માછીમારોને ટોકન આપવામાં મદદ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી, અને ઓનલાઇન ટોકન આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં જખૌ બંદર ઉપર માછીમારી કરતા વિવિધ જિલ્લાના માછીમારો તેમજ સ્થાનિક માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા. બંદર પર નેટવર્ક સમસ્યા છે, મોબાઈલમાં કોઇ ટાવર સપોર્ટ કરતું નથી જેથી ઓફ્લાઈન રજીસ્ટ્રેશન જેમ ચાલુ છે તેમ ચાલુ રહેવા દેવાય અને આ સીઝન હાલ ટુંક સમયમાં પૂરી થાય છે. આગામી નવી સીઝન ઓગસ્ટ મહિનામાં ચાલુ થાય ત્યારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવે તેવી માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *