Gujarat

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરની બેગની હીરા અને વિદેશી ચલણનો જથ્થો ઝડપાયો

નડિયાદ
એરપોર્ટ પર કેટલાક કિસ્સાઓ બન્યા કે લોકો સોનું જવેરાત કે કીમતી વસ્તુઓ છુપાડીને લઇ આવતા હોય છે અને તે પકડાઈ જાય છે આવું એક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બન્યું, ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલા એક પેસેન્જર પાસેથી રૂ.૧.૬ કરોડની કિંમતના ૩૦૪.૬૨૯ કેરેટના હીરા ડીઆરઆઈએ પકડી પાડ્યા છે. પેસેન્જરે તેના સામાનમાં મહિલાઓના કપડામાં હીરાના ૧૫ પેકેટ સંતાડ્યા હતા, તેમજ ૪૦ હજાર દીરહામ મળી આવ્યા હતા. ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઇ જઇ રહેલા એક મુસાફરની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અટકાવી તપાસ કરી હતી. ડીઆરઆઈને બાતમી મળી હતી જેના આધારે તેમણે ભારથી દુબઇ જતા મુસાફરના સામાનની તપાસ દરમિયાન વિવિધ કદ અને જથ્થાના છૂટક હીરાની ૧૫ નાની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યા હતા. આ હીરા મહિલાઓના ડ્રેસ મટીરિયલમાં છુપાવેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત મુસાફર ૪૦ હજાર દીરહામની કિંમતની વિદેશી ચલણી નોટો પણ લઇ જઇ રહ્યો હતો. જેની ભારતીય ચલણમાં રૂ. ૮ લાખ થાય છે. પૂછપરછ દરમિયાન તે ધ્યાનમાં આવ્યું કે મુસાફરે એરપોર્ટ પર અધિકારીઓને હીરા અને વિદેશી ચલણનો જથ્થો જાહેર કર્યો નહોતો. વેલ્યુઅરની હાજરીમાં ઉપરોક્ત હીરાની તપાસ અને મૂલ્યાંકન કરાયું હતું. જેના આધારે હીરા ૩૦૪.૬૨૯ કેરેટના હતા અને તેની બજાર કિંમત રૂ. ૧ કરોડની થાય છે. આ હીરા અને વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ એક્ટની જાેગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. તે મુંબઈનો વતની છે અને ભારતની બહાર હીરાની દાણચોરીમાં સામેલ છે. જેના માટે તેને દુબઈ સ્થિત હીરાના વેપારી દ્વારા કમિશન ઓફર કરવામાં આવી હતી. કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જાેગવાઈઓ હેઠળ આ મુસાફરની ધરપકડ કરાઈ હતી. એરપોર્ટ પર અત્યાર સુધી વિદેશથી આવતા મુસાફરો પાસેથી ગોલ્ડ અને ડ્રગ્સની દાણચોરી કરતા લોકો પકડાયા છે. પરંતુ પ્રથમવાર ભારતમાંથી બહાર જતા એરપોર્ટ હીરાની દાણચોરી કરતા મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો છે. હીરાની દાણચોરી કરતા આ મુસાફરની મોડસ ઓપરેન્ડીના કારણે તે ઝડપાઇ ગયો હતો. કીમતી વસ્તુઓ છુપાડીને લઇ આવતા મુસાફરો પકડાયના કિસ્સાઓ હજુ પુરા થવાના કોઈ ઠેકાણા લગતા નથી.

Ahmedabad-Airport.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *