Gujarat

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી સસ્પેન્ડ પોલીસ પુત્રે દારૂની બોટલો ચોરી

જામનગર
જામનગરમાં આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સસ્પેન્ડેડ શૈલેન્દ્રસિંહ ભદોરીયા નામના પીએસઆઇના ૧૩ વર્ષીય પુત્રે પરાક્રમ કર્યુ છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલી સાઇબર ક્રાઇમ ઓફિસ પાછળના ઓફિસર ક્વાર્ટરના મુદ્દામાલ રૂમમાંથી પીએસઆઇ ભદોરીયાના નાબાલીક ૧૩ વર્ષીય પુત્રે છેલ્લા ચારેક મહિનાના ગાળા દરમિયાન મુદ્દામાલ રૂમના દરવાજા અને તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા દોઢ લાખની કિંમતની ૩૧૭ બોટલ દારૂ તેમજ ૧૪ હજાર ૫૦૦ની કિંમતનો વધુ ૨૯ બોટલ દારૂ, આ ઉપરાંત બિયરના બે ટીનની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને સીટી સી ડિવિઝન પોલીસ દફ્તરના પીઆઇ કે એલ ગાધે એ સસ્પેન્ડ પીએસઆઇના નાબાલીક પુત્ર સામે દારૂ સંબંધિત દારૂ અને ચોરી સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે જે ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલી સાયબર ક્રાઇમ ઓફિસ પાછળના રૂમના દરવાજા અને તાળા તોડી સસ્પેન્ડેડ પીએસઆઇના નાબાલીક પુત્રે દારૂ બિયરના જથ્થાની ચોરી કરી હોવાની સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ દરમિયાન બેદરકાર રહેલા અને લાંચ લેતા પકડાયેલા પીએસઆઇ બે વખત સસ્પેન્ડ થયા હતા. તેના જ ૧૩ વર્ષીય પુત્ર દ્વારા ચોરી આચારવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *