જુલાઈ- જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય સર્વશ્રી ભીખાભાઇ જોશી, બાબુભાઇ વાજા- માંગરોળ, હર્ષદભાઈ રિબડીયા-વિસાવદરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ તકે પાણી, રસ્તા, વિજ કનેકશન, જમીન દબાણ, જમીન, ભૂગર્ભ ગટર, ડેમ-કેનાલની રીપેરીંગ સહિતના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આ તમામ પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રી રચિત રાજે સૂચના આપી હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, ડીસીએફશ્રી, સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
