સાગર નિર્મળ
જૂનાગઢ
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “સ્વસ્થ ભારત” અને “સુપોષણ” અભિયાન અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટિલ સાહેબ, મેડિકલ સેલ પ્રદેશ અધ્યક્ષ ડૉ ધર્મેન્દ્ર ગજ્જર સાહેબ તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ સંગઠન પદાધિકારીઓ, ડોકટર સેલ અને ગાયનેક ડોક્ટર્સ મિત્રો, મહિલા મોરચા, મીડિયા સેલ અને અન્ય કાર્યકર્તાઓના સહકારથી આજરોજ તા.૧૫/૫/૨૨, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા દરમિયાન જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૧ નામાંકીત સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર્સ દ્વારા આશરે ૬૦૦ થી વધુ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુઓની આધુનિક સોનોગ્રાફી મશીન દ્વારા નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવી હતી.
ડો. પ્રવિણ દુધાત સાહેબ ની યુનિક હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા મહાનગર પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જે કોઈ ગર્ભસ્થ બાળક અલ્પવિકસિત કે ખોડખાંપણ વાળા જણાશે તેમના પોષણ, સારવાર કે ઓપરેશનની વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે.
આખા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યોજાનાર આ કેમ્પમાં એક જ દિવસમાં આશરે ૩૦,૦૦૦ સગર્ભા બહેનોનું નિ:શુલ્ક સોનોગ્રાફી ચેકઅપ થશે જે સંખ્યાની દ્રષ્ટિએ એક વર્લ્ડ રેકોર્ડ હશે!
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડોક્ટર સેલ નાં સંયોજક શ્રી ડૉ. શૈલેશ બારમેડા, સહસંયોજક શ્રી ડૉ મહેન્દ્ર તારપરા, સુપોષણ અભિયાન ઇન્ચાર્જ શ્રી સુનિતાબેન સેવક, સહઇન્ચાર્જ શ્રી મનિષાબેન વૈશ્નાણી, મિડીયા વિભાગનાં સંજય પંડ્યા, શુરેશ પાનસુરીયા, જીતુ ઠકરાર મહિલા મોરચાના હોદેદારો યુવા મોરચાના ઉપપ્રમુખ રૂષિકેશ મર્થક તથા કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.


