Gujarat

જૂનાગઢના  ધંધુસર,ઝાંપોદળ અને માળીયાહાટીના ગડુ,ખેરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાશે

વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલે જૂનાગઢ તાલુકાના ધંધુસર અને ઝાંપોદળ અને માળિયાહાટીનાના ગડુ અને ખેરા ખાતે યોજાશે.

     ગુજરાત સરકારની ૨૦ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની નેમ સાથે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલ તા.૧૪-૭-૨૦૨૨ના રોજ જૂનાગઢ તાલુકાના ધંધુસર ગામે ૯ કલાકે અને ઝાંપોદળ ગામે ૪:૩૦ કલાકે, માળિયા હાટીનાના  ગડુ ગામે ૯ કલાકે અને  ખેરા ગામે ૪:૩૦ કલાકે આવી પહોંચશે.

   આ યાત્રાના માધ્યમથી જનહિતના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવાની સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *