જૂનાગઢ તા.૧૮ પોલીસ તાલીમ મહાવિધાલય બિલખા રોડ જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જમાં તા.૨૪/૮/૨૦૨૨ થી તા.૨૩/૯/૨૦૨૨ માટે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્જ૨ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતી હોય, લોકની સુરક્ષા માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૨૪/૮/૨૦૨૨ થી તા.૨૩/૯/૨૦૨૨ માટે જૂનાગઢનાં બફેલ રેન્જ તથા તેની આસપાસનાં એક કીલોમિટરની રેંન્જ૪માં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૩૦ થી સાંજનાં ૧૮-૩૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.
