Gujarat

જૂનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પોર્ટસ કોમ્પીટીશનનું આયોજન થશે. ફક્ત લોહાણા સમાજના બાળકો માટે યોજાશે અનોખી સ્પર્ધા…

સાગર નિર્મળ
જૂનાગઢ
બાળકોમાં થતો સર્વાંગી વિકાસ અને બાળકમાં રહેલ કૌશલ્યને બહાર લાવવા અને એક પ્લેટફોર્મ આપવા માટે  શૈક્ષણિક વેકેશન દરમિયાન સ્પોર્ટસ કોમ્પીટીશનનું શ્રી લોહાણા મહિલા મંડળના મહોડીમંડળના શ્રીમતી મીનાબહેન ચગ અને શ્રીમતી ભારતીબહેન ઘીયાનાં નેજા હેઠળ લોહાણા સમાજનાં બાળકો માટે આયોજન કરવામાં આવશે.
શ્રી લોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્પાબહેન ઉનડકટ, ઉપપ્રમુખ રસીલાબહેન સોઢા, સેક્રેટરી ચંદ્રિકાબહેન સોઢા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ  5 વર્ષથી 8 વર્ષનાં બાળકો માટે એ-ગ્રુપ અને 9 વર્ષથી 15 વર્ષનાં બાળકો માટે બી-ગ્રુપ  એમ બે વિભાગોમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવશે.
એ-ગ્રુપમાં આવતા 5 વર્ષથી 8 વર્ષનાં બાળકો માટે લીંબુ ચમચી, વિઘ્ન દોડ, ફેન્સી ડ્રેસની સ્પર્ધા તા.27/05/2022 અને શુક્રવારનાં રોજ બપોરે 4 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, ભૂતનાથ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે. બી-ગ્રુપમાં આવતા 9 વર્ષથી 15 વર્ષનાં બાળકો માટે રસા (દોરડા) ખેંચ, સ્લોવ સાયકલિંગ, સ્કેટિંગની સ્પર્ધા તા.26/05/2022 અને ગુરુવારનાં રોજ સાંજે 5 કલાકે ગીરિવિલા ગીરનાર રોડ, ગુરુદ્વારા સામે, જૂનાગઢ ખાતે યોજાશે.
શ્રી જૂનાગઢ સીટીઝન એજ્યું.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢનાં સૌજન્યથી બાળકો માટે સ્પોર્ટસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબહેન કોટેચા, બીનાબહેન ઉનડકટ, ક્રિષ્નાબહેન અઢિયા તરુંબહેન ગણાત્રા, નલીનીબહેન તન્ના નીલમબહેન વીઠ્ઠલાણી અને રેખાબહેન ગોંધિયાએ બીડું ઝડપ્યું છે.
સ્પર્ધા માટેના ફોર્મ મેળવવા માટે અલ્પાબહેન ઉનડકટ (9879540771), શરુઆત કાર્યાલય, ગિરનાર રોડ, જૂનાગઢ  તેમજ ક્રિષ્નાબહેન નિર્મળ (9512881757), હરીવાડી હાટકેશ હોસ્પીટલ પાસે, સાધનાબહેન નિર્મળ, કન્હાઈ ફ્લેટ, ઝાંસીની રાણીનાં સર્કલ પાસે પટેલ પાન પાસેની શેરીમાં જૂનાગઢ તેમજ પારુલબહેન સૂચક (9033684576)  શ્રી બ્યુટી પાર્લર શ્યામાલય બ્લોકનંબર 6,  દર્શન બંગ્લોઝ, દિપાલી પાર્ક 2, પુલકિત સ્કૂલની પાછળ, ઝાંઝરડા રોડ જુનાગઢ  તેમજ રશ્મિબહેન વિઠલાણી બ્લોક નંબર 15, મોટી દાણાપીઠ સોસાયટી, કોલેજ રોડ, જૂનાગઢ તેમજ ચંદ્રિકાબહેન સોઢા, બી.5 નીલગગન એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા જૂનાગઢનો સંપર્ક કરી પ્રેવશફોર્મ તા.24/05/2022 પહેલા પહોચતું કરવાની અલ્પાબહેન ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *