ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે મતદાન પહેલા જ જેતપુર-જામકંડોરણા વિધાનસભામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે અને યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચ્યો છે.
74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ અને કોંગ્રેસના યુવા આગેવાન અને સક્રિય કાર્યકરતા તેમજ ખાંટ રાજપુત સમાજના યુવા અગ્રણી નીતિન મકવાણાએ પોતાના પદેથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ શરૂ થયો છે જેમાં ચુંટણી જાહેર થયા બાદ મતદાન પહેલા જ રાજકોટની જેતપુર વિધાનસભામાં કોંગ્રેસના યુથ પ્રમુખે રાજીનામું આપતા રાજકીય ગરમાવો
વર્ષ 2017 માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને આજે તેઓ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ હતા.રાજીનામું આપનાર નીતિન મકવાણા ખાંટ રાજપુત સમાજમાંથી આવે છે અને તેઓએ પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક કાર્યો કર્યા છે ત્યારે વર્ષ 2021 માં તેઓ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના યુથ પ્રમુખ માટે પસંદ થયા હતા અને હાલ તેઓએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
ચૂંટણીમાં ભારે રસાકસી થશે
74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના બેઠક પર બીજા નંબરનું સૌથી વધુ મતદાન છે એવી ખાંટ રાજપુત જ્ઞાતિનો પણ આ વખતે કોઈ અપક્ષ ઉમેદવાર ચુંટણી માટે ઉભો રેવાની પણ સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે ત્યારે હાલ આ બીજા નંબરના સૌથી વધુ મતદાન ધરાવતા સમાજનો એક અપક્ષનો ઉમેદવાર ઉભો રહેવાથી અહિયાં 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાનામાં ભારે રસાકસી થવાની બાબતો પણ સામે આવી રહી છે ત્યારે હાલ 74 જેતપુર-જામકંડોરણા વિધાનસભાના ખાંટ રાજપુત સમાજના અપક્ષ ઉમેદવાર માટે રાજકોટ ખાંટ રાજપુત સમાજના પ્રમુખ રાજુ સરવૈયા ચુંટણી લડશે તેવી માહિતીઓ પણ પ્રાપ્ત થઈ છે.


