કઠલાલ સિંધી અને પંજાબી સમાજ દ્વારા સતી પીપળી માં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે ગુરુ નાનક જયંતિ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.
જ્યારે કઠલાલ નગર માં સિંધી સોસાયટી થી ઝુલેલાલ મંદિર સુધી ગુરુ ગ્રંથ સાહેબની શોભાયાત્રા યોજાઈ અને અખંડ પાઠનું પણ આયોજન કરાયું. સિંધી અને પંજાબી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક રીતે ગુરુ નાનક જયંતિ ની ઉજવણી કરાઈ.


