જેતપુર શહેર તેમજ તાલુકામાં દિવસેને દિવસે આપઘાતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે.જેતપુરનાં પીઠડીયા ગામમાં યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ખોડાભાઇ ઉકાભાઇ (ઉં.વ.35) નામના યુવકે આજે બપોરના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે યુવકનાં મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


