Gujarat

જેતપુરના દેરડીધાર વિસ્તારમાં ન્હાવા પડેલા બાળકનું ડૂબી જતા મોત સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમતે બાળકને બહાર કાઢ્યો પણ બચાવી ન શક્યાં

જેતપુર શહેરનાં દેરડીધાર વિસ્તારની સામે આવેલ પાણી ભરેલા તળાવમાં ન્હાવા પડેલો બાળક ઊંડા પાણીમાં જતા ડૂબી ગયો હતો.મિત્રો સાથે બાળક ન્હાવા પડ્યો હતો. જે ઉંડા પાણીમાં જતા તે ડૂબવા લાગ્યો હતો. આશરે દસ વર્ષનો બાળક પાણીમાં જીવન અને મૃત્યુ સામે જજુમી અંતે મોતને ભેટ્યો હતો.
બનાવની વિગતો એવી છે કે,જેતપુર શહેરના દેરડી રોડ ઉપર આવેલ દેરડી આવાસ વિસ્તારની સામે રહેતા ગોવિંદભાઈ નાયર નો પુત્ર તેમજ તેમના ચાર થી પાંચ સાથીઓ અંદાજે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બાજુમાં ભરાયેલ તળાવમાં ન્હાવા પડ્યા હતા. જે પૈકી કિશન ગોવિંદભાઈ નાયર ઉ.મ 10 તેઓ ડૂબી રહ્યો હતો. સાથી મિત્રોએ કિશનને બચાવવાનો પ્રયાસ કરતા ડૂબતો જોઇ તત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી.સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક તરવૈયાની મદદથી તળાવમાં થી બાળકને બહાર કાઢતા મૃત હાલતમાં મળી આવ્યો હતો
બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ સહિતના તંત્ર દ્વારા બાળકનાં મૃતદેહ જેતપુર સરકારી હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એક બાળકનાં મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ જવા પામી હતી.

IMG-20220828-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *