Gujarat

જેતપુરના બોરડી સમઢિયાળા ગામેથી ૧.૭૫ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ પોલીસે કરતા ચાલક કાર રેઢી મૂકી ફરાર

જેતપુરના બોરડી સમઢીયાળા ગામેથી પોલીસે પીછો કરી ૧.૭૫ લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી . જયારે કાર ચાલક કાર રેઢી મૂકી ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે .
 મળતી વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બોરડી સમઢીયાળા ગામ નજીક દારૂ ભરેલી કાર પસાર થવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાથી પસાર થતી સ્વીફટ ડિઝાયર કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો જેથી કાર ચાલક બોરડી સમઢીયા પાસે કાર રેઢી મૂકી નાશી છૂટફો હતો પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નં .૪૬૬ ( કિ ૧,૭૫,૮૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.૫,૭૫,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર મૂકી નાશી છૂટેલા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

IMG-20220926-WA0165.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *