વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત કરાયા
જામનગર તા.૨૮ સપ્ટેમ્બર,ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ના ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોએ ચિત્ર સ્પર્ધા,કાવ્ય સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા ,યુવા સવાંદ, વકૃત્વ સ્પર્ધા,સાંસ્કૃતિક સ્પર્ધા વગેરેમાં ભાગ લીધો હતો.યુવા મહોત્સવની શરૂઆતમાં જામનગરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ સહ અતિથી સરકારી કોમર્સ કોલેજ જામનગરના શ્રી બી.એચ.ઘેલાણીના શુભ હસ્તે દીપપ્રાગ્ટ્ય કરી કરવામાં આવ્યું હતું.
વકૃત્વ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ફોટોગ્રાફી તથા ચિત્ર સ્પર્ધા વગેરે પુર્ણ યુવાસવાંદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબામાં તલવાર રાસ, દિવા રાસ, ભુવા રાસ,વેશ્ચન ગરબા રજૂ કરાયું તેમજ યુવાનોને કરાટે અને સેલ્ફ ડિફેન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિર્યાણક તરીકે વકૃત્ત્વ સ્પર્ધામાં શ્રી સબ્બીર સર, શ્રીપ્રવીણ ગોસાઈ, શ્રીનઝમા અન્સારીએ ભૂમિકા અદા કરી હતી તેમજ કાવ્ય સ્પર્ધામાં નિર્યાણક તરીકે શ્રી કિરીટ જોશી,ડૉ સતીશ વ્યાસ, શ્રીઆદિત્ય જામનગરી તથા ચિત્રમાં નિર્યાણક તરીકે શ્રી જગદીશભાઈ જોશી,શ્રીપ્રવીણ ગોસ્વામી, શ્રીગગજીભાઈ મોનપરા તથા ફોટોગ્રાફીમાં નિર્યાણક તરીકે શ્રી રાજદિપસિંહ જાડેજા,શ્રી મનીષભાઈ ત્રિવેદી,શ્રીકિશોરભાઈ પીઠડીયા તથા યુવા સાવંદમાં શ્રી નિમેષ રાજપૂત,શ્રી દીક્ષિત તેરૈયા, શ્રી જયેશ વાઘેલા સર અને ગૌરવ પંડ્યા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્યાણક તરીકે શ્રી ડિમ્પલ રાવલ,શ્રી પૂર્ણિમાબેન પંડીયા, શ્રીસ્વાતિબેન મેહતાએ ભૂમિકા અદા કરી હતી.
આ સ્પર્ધાઓમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.જેમાં વક્તૃત્વમાં સ્પર્ધામાં પ્રથમ ચેલસી ભાલાની હરીશભાઈ,દ્રિતીય શુક્લ ઈશા પ્રવણકુમાર તેમજ તૃતીય બ્લોચ મુસ્કાન ઇશાકભાઈ તથા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ હસટી લલનભાઈ ઇલેશભાઇ, દ્રિતીય ચાવડા પ્રજ્ઞાબેન નરેન્દ્રભાઈ તથા તૃતીય નકુમ ખુરશી રાજેશભાઈ તેમજ ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ જય રાજેશકુમાર પટેલ, દ્રિતીય દોશી વિશ્વા સંદીપભાઈ,તૃતીય વાઘેલા દિકુંજ જયેશભાઇ તથા કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંદા ઓમ દેવજીભાઈ, દ્રિતીય મામતોરા મયુરી બિપીનભાઈ, તૃતીય કંઝારિયા સ્નેદ શૈલેષભાઇ વિજેતા થયા હતા. તથા યુવા સવાંદમાં સંયુક્ત રૂપે રોકડ પુરસ્કાર આપેલ હતા જેમાં ચેલસી ભાલાની હરીશકુમાર, કછડીયા ક્રિયા હંસાબેન,ભાટિયા પરેશ રામભાઈ,માડમ પ્રકાશભાઈ ભીખાભાઇ વિજેતા થયેલ હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ ઠાકર આસ્થા એમ.ગ્રુપ, દ્રિતીય લોહાણા કન્યા વિદ્યાલય (દિવા ડાન્સ) તૃતીય સાથહિયા અંજલિ ગ્રુપ વિજેતા થયેલ હતા. વિજેતા સ્પર્ધકોને રાજય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ કલા પ્રદર્શન કરવાનો મોકો મળશે.
આ કાર્યક્રમની સાથે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જ્યંતી પણ મનાવમાં આવેલ હતી.આ કાર્યક્રમનું માર્ગદર્શન જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ યુવા ઉત્સવનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમ વઘોરા,એક્ટિવ યુથ ક્લબના પ્રમુખ વિજય મકવાણા,પ્રગતિ યુથ ક્લબનાં હરીશભાઈ ખીમસુરીયા તેમજ જયેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.


