Gujarat

જેતપુરનાં રબારીકા રોડ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વીજપોલને ભારી નુકશાન વૃક્ષ,વીજપોલ ધરાશાયી થતાં રબારીકા સહિત ગામોમાં જવાનો રસ્તો બંધ થયો.

જેતપુર શહેર તેમજ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી મહેરબાન થયેલા મેઘરાજા સાથે આફતને પણ લઈને આવ્યાં છે. ભારે પવન સાથે વરસતા વૃક્ષધરાશાયી થવાના બનાવ નોંધાયા છે.
જેતપુર શહેરનાં રબારીકા રોડ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વીજપોલને પણ જમીનમાંથી ઉખાડીને ફેંકી દીધા હતા.આજે બપોરે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, આ વૃક્ષ પીજીવીસીએલના વીજતાર પર પડતાં
વૃક્ષની નજીકથી જ વીજલાઇન પણ પસાર થતી હોય વૃક્ષ સાથે ત્રણ વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વૃક્ષ વીજપોલ પર પડવા છતાં વીજ પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. વીજપોલ પર  વૃક્ષ તૂટી પડવાને કારણે જેતપુર થી રબારીકા સહિત ગામોનો જોડતો રસ્તો બંધ થયો હતો જો કે લોકોની અવર-જવર નહિવત હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી.
 ઝાડ પડવાની ઘટના બાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વૃક્ષને સ્થળ પરથી હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ રબારીકા રોડ સાડીઓ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલ હોઈ જેથી વીજપોલ જમીન દોસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો  હતો બીજી તરફ વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેને લઇ વૃક્ષ  ખસેડવાની તેમજ વીજળી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220712-180528__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *