વિવિધ પોલીસ ચોપડે ચડેલા અને 66 જેટલા ગુના આચરનાર જેતપુરના અનિલ ઉર્ફે ડબલીને સુરતની લાજપોર જેલમાં મોકલવા તજવીજ
જેતપુર સિટી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસની કાર્યવાહી
47 વખત પોલીસ ચોપડે ચડેલા જૂનાગઢના ધીરેન કારીયાને ભુજની ખાસ પાલરા જેલમાં ધકેલવામાં આવશે
જેતપુર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લામાં દારૂના ગુનામાં ઝડપાઇ ચુકેલા સૌરાષ્ટ્રના નામચીન ગણાતા બુટલેગરોમાં નો એક અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા (કોળી, રહે. જેતપુર, બાપુની વાડી, અભિષેક સ્કુલ પાછળ) અને બીજો ધીરેન અમૃતલાલ કારીયા (લોહાણા) રહે. નોબલ પ્લેટીનિયમ, રાયજી બાગ, જૂનાગઢ)ને પાસા તળે જેલમાં ધકેલવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ જેતપુર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ સહિતના જિલ્લામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સૌરાષ્ટ્રના બે કુખ્યાત બુટલેગરોને પાસામાં ધકેલી દેવાતા બુટલેટરોમાં ફફડાટ ફેલાયો છે. રેન્જ આઇજી સંદિપસિંહ અને ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડે દારૂ જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા તેમજ દારૂની બદીનેનેસ્ત નાબુદ કરવા સુચના આપી હોવાથી આવી પ્રવૃતિ કરતા દારૂના ગુનાના આરોપી બુટલેગરો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા તળે જેલમાં ધકેલી દેતા સુચના આપી હોય જેના અનુસંધાને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર. ગોહિલ, પીએસઆઇ એસજે રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, પોે.હેડ. કોન્સ. અનીલભાઇ ગુજરાતી, નિલેશભાઇ ડાંગર, રૂપકભાઇ બોહરા, પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા તથા ભાવેશભાઇ મકવાણા જેતપુર સીટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ જાડેજા, પો. કોન્સ. અનિલભાઇ બડકોદીયા, ભરતભાઇ ગમારા, રામજીભાઇ ગજેરા વગેરે સ્ટાફ દ્વારા બંને આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને મોકલવા આવ્યા હતા જે મંજુર કરતા આ બંને બુટલેગર અનિલ ઉર્ફે ડબલીને સુરતની લાજપોર જેલમાં અને ધીરેન અમૃતલાલ કારીયાને ભુજની પાસા પાલારા જેલમાં ધકેલવા તજવીજ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, અનિલ ઉર્ફે ડબલી સામે અત્યાર સુધીમાં 66 જેટલા ગુના અને ધીરેન કારીયા સામે 47 જેટલા ગુના નોંધાયા છે.
જેતપુરનો અનિલ ઉર્ફે ડબલી દસ વખત પાસામાં જઇ આવ્યો છે
રૂરલ ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ અનિલ ઉર્ફે ડબલી આ પહેલા 10 વખત પાસામાં જઇ આવ્યો છે. અને હવે 11મી વખત પાસામાં જશે. તેના વિરુદ્ધ 66 જેટલા ગુના સૌરાષ્ટ્રના જુદા-જુદા પોલીસ મથકે નોંધાયા છે.
હરેશ ભાલીયા જેતપુર


