લાઈન રીપેરીંગ ની કામગીરી માટે 1 અને 2 મે પાણી પુરવઠો બંધ રહેશે
શહેરના તમામ વિસ્તારને પાણીકાપની અસર થશે
જેતપુરમાં એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે.
પરંતુ જેતપુરવાસીઓને પાણી માટે વલખાં મારવા પડી શકે છે.બે દિવસ માટે શહેરીજનોને તરસ્યા રહેવું પડી શકે છે. કારણ કે તારીખ 1 અને 2 મે નાં રોજ શહેરમાં પાણી કાપ રહેશે.પાણી કાપને લઈને સોસાયટીઓમાં પાણી નહીં મળે. જેતપુર નગરપાલિકા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
જેતપુર નગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ ભાદર ડેમની નજીક લીલાખા ગામ પાસે મેઈન લાઈન રિપેરિંગ કામગીરી સબબ 1 અને 2 મે એમ બે દિવસ પાણીકાંપની જાહેરાત કરવામાં આવી છે.અને જે 3 મેં નાં રોજ આ કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે જેથી શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે
આ કામગીરીને કારણે પુરા શહેરમાં પાણીની તગીની અસર વર્તાશે કારણ કે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એકતો જનતાને ત્રણ દિવસે પાણી 45 મિનિટ આપવામાં આવી રહ્યું છે જેથી આ બે દિવસ પાણી કાપને લઈને શહેરમાં છતે પાણીએ પાણીકાપ વેઠવાનો વારો આવ્યો છે
હરેશ ભાલીયા જેતપુર


