Gujarat

ડબલ્યુએસઆરઓ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વચ્ચે એમઓયુ થયા

અમદાવાદ
ગુજરાત સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમદાવાદનું સાયન્સ સિટી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાણકારીને પ્રોત્સાહન આપવા પ્રેરક પુરવાર થયું છે. વિવિધ પ્રદર્શનો, કાર્યકારી મોડલ, એક્ટિવિટી કોર્નર્સ, પ્રયોગશાળાઓ અને લાઇવ ડેમોથી સામાન્ય નાગરિકને સરળતાથી વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવામાં મદદ મળી છે. સાયન્સ સિટીમાં નવી ઉમેરાયેલી રોબોટિક્સ ગેલેરી આગામી દિવસોમાં આપણે કઈ દિશામાં અગ્રેસર થઈશું એની ઝાંખી રજૂ કરવામાં આવી છે. કોમ્પિટિશનના તમામ વિજેતાઓનું એચ સી મોદી અને વિશાલ ચિરિપાલની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.ચિરિપાલ ગ્રૂપની સેવાભાવી સંસ્થા હેપ્પિનેસ રિઝર્વ્સ ફાઉન્ડેશન એ લોકપ્રિય રીતે વર્લ્‌ડ એસટીઇએમ એન્ડ રોબોટિક્સ ઓલીમ્પિયાડ તરીકે જાણીતી રાષ્ટ્રીય સ્તરની રોબોટિક્સ એન્ડ એસટીઇએમ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. ડબલ્યુએસઆરઓ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને રોબોટિક્સને પ્રોત્સાહન આપવા એચઆરએફનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ અમદાવાદના સાયન્સ સિટીમાં એચઆરએફના પ્રેસિડન્ટ અને ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર વિશાલ ચિરિપાલની હાજરીમાં કર્યું હતું. આ પ્રસંગે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એચ સી મોદી અને રાજીવ પેટ્રોકેમિકલ્સના સીએમડી રાજીવ વાસ્તુપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ડબલ્યુએસઆરઓ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પણ થયા હતા, જેનો આશય રોબોટિક્સ અને એસટીઇએમ-સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં વર્કશોપ અને કોમ્પિટિશન સામેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ૮૦થી વધારે ટીમો, ૩૦૦થી વધારે સહભાગીઓ, ૧૦૦ કોચ, ૩૦ સ્ટાર્ટઅપ્સ સહભાગી થયા હતા. લાઇન ફોલોઇંગ ચેન્જ, યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જ, ક્વાર્કી પિક એન્ડ પ્લેસ, ચેલેન્જ અને આંતરપ્રિન્યોર ચેલેન્જ જેવા રસપ્રદ મોડ્યુલ્સ – આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણો હતાં. કાર્યક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ એક્ઝિબિશન, રોબોટિક્સ વર્કશોપ અને ટેકનિકલ સત્રોનું આયોજન પણ થયું હતું. “જે દેશ નોલેજ (જ્ઞાન, જાણકારી)માં રોકાણ કરે છે, તે ભવિષ્યમાં વધુ સંસાધનો સાથે અન્ય દેશોની સરખામણીમાં વધારે પ્રગતિ કરશે. ગુજરાત સરકાર અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો ઉદ્દેશ રાજ્યમાં વિજ્ઞાન અને એસટીઇએમ શિક્ષણની લોકપ્રિયતા વધારવાનો છે.” રોબોટિક્સ અને સ્ટેમ શિક્ષણના મહત્વ વિશે એચઆરએફના પ્રેસિડન્ટ અને ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર વિશાલ ચિરિપાલે કહ્યું હતું કે, “(સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ એન્ડ મેથેમેટિક્સ) અને રોબોટિક્સે આધુનિક દુનિયામાં નોલેજ અને માહિતીના ક્ષેત્રમાં ઘણું મહત્વ ધારણ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) જેવી અદ્યતન ટેકનોલોજીઓએ દુનિયાભરમાં એસટીઇએમ શિક્ષણમાં તેની ક્ષિતિજાે વિસ્તારી છે. દેશ અને દુનિયામાં એસટીઇએમ પ્રતિભાઓની માગમાં વધારો ધ્યાનમાં રાખીને અમારો ઉદ્દેશ સંપૂર્ણ વેગ સાથે એસટીઇએમ શિક્ષણને આગળ વધારવાનો છે અને પાયાના સ્તરે દરેક વિદ્યાર્થી સુધી એને સુલભ બનાવવાનો છે. અત્યાર સુધી અમે જીવનના તમામ ક્ષેત્રોમાં એસટીઇએમ અને રોબોટિક્સમાં ૬,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. અમે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા ઇચ્છતાં હતાં, જેઓ આ નોલેજ મેળવવા આતુર છે. અમે તેમને સમાન તક પ્રદાન કરવા અને તેઓ રોબોટિક્સમાં સફળ કારકિર્દી બનાવે એવું ઇચ્છીએ છીએ. ચિરિપાલ ગ્રૂપ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે અને એ ઉદ્દેશ સાથે આ નોલેજને પ્રોત્સાહન આપવા આતુર છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *