Gujarat

ડીસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય દેસાઈનું નામ જાહેર

ડીસા
ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતાં જ કાર્યકર્તા એક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ સવારે કુળદેવીના દર્શન કરી સાંજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ હવે સત્તા હાંસલ કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય દેસાઈના પુત્ર સંજય દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરતાં જ ઉમેદવાર સહિત કાર્યકરો એક્શન મોડમાં આવી ગયા છે. જાહેરાત કર્યા બાદ સવારે કુળદેવીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર લોકોને મળી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે માહિતગાર કર્યા હતા. વિજય મેળવ્યા બાદ તેઓ લોકોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે તેવી બાંહેધરી પણ આપી હતી.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *