National

કેનેડા વર્ષના અંત સુધીમાં ભારત સાથેની વેપાર વાટાઘાટો પૂર્ણ કરવા અંગે આશાવાદી: કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી

કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રીએ જણાવ્યું હતું કે, કેનેડા ભારત સાથે વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઝ્રઈઁછ) અંગેની વાટાઘાટો પૂર્ણ કરવા બાબતે આશાવાદી છે.

કેનેડાના વડાપ્રધાને અગાઉ માર્ચમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે બંને દેશો વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર પર સહમતિ સાધવાનું લક્ષ્ય રાખશે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત દરમિયાન રોઇટર્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ કહ્યું, “હું ખૂબ જ આશાવાદી અને ઉત્સાહી છું કે આપણે આગામી મહિનાઓમાં આ કામ પૂરું કરી શકીશું.”

સિદ્ધુએ જણાવ્યું હતું કે, આવતા મહિને ભારતીય વેપાર વાટાઘાટકારો કેનેડાની મુલાકાત લે તેવી શક્યતા છે અને ડિસેમ્બરમાં ય્-૨૦ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓ મળે તેવી પણ સંભાવના છે.

ચર્ચાના મુખ્ય ક્ષેત્રોમાંનું એક ઊર્જા ક્ષેત્ર છે. ગયા વર્ષે કેનેડામાં ‘શેલ‘ (જીરીઙ્મઙ્મ) ના નેતૃત્વ હેઠળ ન્દ્ગય્ નિકાસ સુવિધા શરૂ કરવામાં આવી હતી અને દેશમાં વિકાસના વિવિધ તબક્કાઓમાં અન્ય પાંચ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે.

સિદ્ધુએ વધુ વિગતો આપવાનો ઇનકાર કરતા કહ્યું, “અમે ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ કે તેઓ તે પ્રોજેક્ટ્સનો લાભ કેવી રીતે મેળવી શકે, તેમજ તેમાં રોકાણ કેવી રીતે કરી શકે અને પુરવઠો કેવી રીતે સુરક્ષિત કરી શકે.”

લિક્વિફાઇડ નેચરલ ગેસ (ન્દ્ગય્) ઉપરાંત, બંને દેશો પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવા પર પણ ધ્યાન આપી રહ્યા છે, જ્યાં ભારત પોતાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે.

સિદ્ધુએ કહ્યું, “પરમાણુ ઉદ્યોગમાં કેનેડાનો લાંબો ઇતિહાસ રહ્યો છે, અને મને લાગે છે કે કેનેડિયન કંપનીઓ અને ઉદ્યોગો માટે અહીં ભારતમાં સપ્લાય ચેઇન (પુરવઠા શૃંખલા) વિકસાવવામાં મદદ કરવી ખૂબ ફાયદાકારક રહેશે.”

સિદ્ધુએ વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ત્નજીઉ ગ્રુપ જેવા અનેક મોટા ભારતીય વ્યાપારી જૂથો સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવાના માર્ગ તરીકે કેનેડામાં મહત્વપૂર્ણ ખનિજ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની શક્યતાઓ તપાસી રહ્યા છે.

તેમણે કહ્યું કે, સપ્લાય ચેઇનનો ઉપયોગ હવે હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો હોવાથી કંપનીઓ સહ-રોકાણ (ર્ષ્ઠ-ૈહદૃીજંદ્બીહંજ) કરવાના રસ્તાઓ શોધી રહી છે.