રાજકોટ
તપન શેઠ ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહોની ફોટોગ્રાફી માટે જાણીતા છે. તપન શેઠ એક પ્રકૃતિ અને વન્યજીવન ફોટોગ્રાફર છે. તેમણે તેમના ફોટોગ્રાફ્સ માટે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે. ખાસ કરીને નેચરની બેસ્ટ ફોટોગ્રાફી એશિયા ૨૦૧૬માં વાઈલ્ડલાઈફ કેટેગરીમાં તેમને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને તે પણ એશિયાટિક સિંહનો ફોટો હતો. તપન શેઠ ફોટોગ્રાફી ક્લબ રાજકોટ સાથે પણ જાેડાયેલા છે. જે રાજકોટમાં ફોટોગ્રાફી શીખવવા માટે છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. તપન શેઠના ફોટા અને વીડિયો જાેવા માટે ઈન્સટાગ્રામમાં જ્રંટ્ઠॅટ્ઠહજરીંરમાં જાેઈ શકાશે.રાજકોટના તપન દિપકકુમાર શેઠને ૨૦૨૧ની નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફી એશિયા ૨૦૨૧ની સ્પર્ધામાં વાઈલ્ડલાઈફ કેટેગરીમાં તેમના દ્વારા ક્લિક કરાયેલા એશિયાટિક સિંહનાં ફોટાને હોનરેબલ મેન્શન મળ્યું છે. વિશ્વભરના કલાપ્રેમી, વ્યાવસાયિક અને યુવા ફોટોગ્રાફરો દ્વારા એશિયામાં લીધેલા કુદરતી ફોટોગ્રાફ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી અને તેનું પ્રદર્શન કરતી આ ફોટોગ્રાફી સ્પર્ધા છે. જેનો ઉદેશ એશિયન વન્યજીવન, લેન્ડસ્કેપ્સ અને ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફી કરે છે તેને ઉત્સાહિત કરવા અને સંપર્કમાં લાવવાનો છે.
