વર્ષ ૨૦૨૧-૨૨નું નાણાંકીય વર્ષ તા.૩૧/૦૩/૨૦૨૨નાં રોજ પુરૂ થતુ હોય તેમજ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોય ૨૦૨૧-૨૦૨૨નાં વર્ષની ગ્રાન્ટની પુરી ચુકવણી થાય તે હેતુથી નાણાંકીય વર્ષમાં જ બિલો પાસ થઇને ચુકવણાની કામગીરી નિશ્ચિત સમયમાં પાર પાડી શકાય તે હેતુથી જિલ્લા તિજોરી કચેરી, તાલુકાની પેટા તિજોરી કચેરીઓ તથા સંબંધિત સરકારી નાણાંકીય કામ સંભાળતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓએ તા.૩૧ માર્ચ ૨૦૨૨નાં રોજ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી ચુકવણું સંપૂર્ણ ન થાય ત્યાં સુધી નાણાંકીય વ્યવહારો ચાલુ રાખવા જિલ્લા કલેકટરશ્રીના આદેશમાં જણાવાયું છે.
