ગિરગઢડા
ભરત ગંગદેવ.
તાલાલા તાલુકા ની સૌપ્રથમ “કરાઓકે” ગીત સંગીત સ્પર્ધાનો તારીખ ૩૦/૭/૨૦૨૨ ને શનિવાર ના રોજ વિરપુર પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો હતી. આ કાર્યક્રમને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ને સંગીત પ્રત્યે રૂચિ વધી છે. સંગીત પ્રત્યે રૂચિ ધરાવનાર તાલાલા તાલુકા પંચાયત કચેરી ના વિસ્તરણ અધિકારી પંચાયત ચિરાગભાઈ પુરોહિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ હતા.
કાર્યક્રમ ના અંતે વિજેતાઓને રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર આપવા માં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા તાલાલા સુર સાધના સંગીત વિદ્યાલય ના સંગીત સાધકો શ્રીતાબેન, ખુશીબેન અને જયેશભાઇ એ પણ કરાઓકે ગીત ગાઈ ગ્રામજનો ની ખુબ પ્રશંસા મેળવી હતી.
શ્રી અનિકેતભાઈ વઢવાણા, પુજાબેન ચૌહાણ તથા દિલીપભાઈ જોશી એ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી.
જીતેન્દ્ર જારસાણીયા, દિલીપભાઈ જોશી, પ્રવિણભાઇ જોશી, ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો તથા પ્રાથમિક શાળા સ્ટાફ એ ખુબ સાથ સહકાર અને સહયોગ આપ્યો હતો.
પ્રથમ નંબરે શ્વેતાબેન મુકેશભાઈ મહેતા, દ્વિતિય નંબરે શિતલબેન રમેશભાઈ રાઠોડ તથા
ત્રૃતિય નંબરે વિનોદભાઈ નારણભાઈ વાઢેર આવેલા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સરપંચ શ્રીમતી નીશાબેન નંદલાલ જારસાણીયા ના કાર્યકાળ દરમિયાન આ સંગીત નો બીજો કાર્યક્રમ છે. આ અગાઉ ૨૬ મી જાન્યુઆરી 20220ના રોજ દેશભક્તિ ગીતો નો કાર્યક્રમ હતો
ઘણા સમય પછી તાલાલા પંથકમાં ગીત સંગીત સ્પર્ધાનો માહોલ સર્જાયો હતો… આવાં કાર્યક્રમોને લીધે નાના મોટા સૌને ફિલ્મ ગીત, ભક્તિ ગીત તથા સુગમ સંગીતના ગીત ગાવા એક પ્લેટફોર્મ મળી શકે છે…

