Gujarat

ત્રણ વર્ષ થી બંધ કરવામાં આવેલ બોડેલી થી પસાર થતી પ્રતાપ નગર અલીરાજપુર ટ્રેન ને મધ્યપ્રદેશના સાંસદ દ્રારા લીલી ઝંડી આપી ચાલુ કરવા માં આવી     

અંદાજિત ત્રણ વર્ષ અને ચાર મહિના થી બંધ કરવા માં આવેલી પ્રતાપનગર થી અલીરાજપુર ચાલતી ટ્રેન ને પુનઃ ચાલુ કરવા માં આવી હતી આ ટ્રેન પેહલા અલીરાજપુર થી પ્રતાપનગર સાંજે જતી હતી જેનો સમય ફેર ફાર કરી અલીરાજપુર થી પ્રતાપનગર તરફ સવારે 5.20 નો કર્યો છે જે સમય ખુબ વહેલો હોઇ અને અલીરાજપુર થી રેલ્વે સ્ટેશને જવા માટે 6 કિમી પ્રાઇવેટ પેસેન્જર વાહન માં જવું પડે છે જેથી સોના કરતાં ઘડામણ મોંઘું પડે તેમ છે જેથી છોટાઉદેપુર ધાર રેલ લાવો સંઘર્ષ સમિતિ દ્વારા અલીરાજપુર ના દશેરા મેદાન ખાતે ટ્રેન નું સ્ટોપેજ આપવા તેમજ સમય સવારે 7વાગ્યા નો કરવા અને ભાડુ ઘટાડવા માંગણી કરી હતી
        સમય માં ફેરફાર કરવા થી અહીં મઘ્ય પ્રદેશ ના અલીરાજપુર જિલ્લા માંથી હોસ્પિટલ ના કામે ધંધાર્થે ગુજરાત ના બોડેલી સહિત વડોદરા અમદાવાદ વગેરે શેહરો માં જતા આવતા મુસાફરો ની ખુબ મોટી સંખ્યા હોઇ તેઓ ને સવલત મળી રહે તેમ હોય ત્રણ વર્ષ થી બંધ કરવામાં આવેલ બોડેલી થી પસાર થતી પ્રતાપ નગર અલીરાજપુર ટ્રેન ને મધ્યપ્રદેશના સાંસદ દ્રારા લીલી ઝંડી આપી ચાલુ કરવા માં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220817-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *