Gujarat

થપાવી ગામની સીમમાં યુવાને લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

નર્મદા
થપાવી ગામની સીમમાં માનસિક પીડિત યુવાને લીમડાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના થપાવી ગામની સીમમાં એક યુવાને ઝાડ ઉપર ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃતક મનોજભાઇ લાલરામ પુસવાહા ઉં.વ. ૨૮ મૂળ રહે. મુળ રહે. ધાલો તા. અકબપુર જી. કાનપુર (ઉત્તરપ્રદેશ) હાલ રહે. થપાવી નવીવસાહત તા. દેડીયાપાડા જી. નર્મદા છેલ્લા પાંચેક મહિનાથી માનસિક રીતે પીડાતા હતા અને ગાંડા જેવું વર્તન કરતા હતા. જેઓ ઘણીવાર ઘરેથી પણ એકલા જતા રહેતા હોય અને માનસિક પીડિત હોવાના કારણે તેણે પોતાની જાતે પોતે પહેરેલી ટી-શર્ટ વડે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લેતાં આ બાબતે મૃતકનાં પત્નીએ પોલીસમાં જાણ કરતાં દેડીયાપાડા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *