નવસારી
દક્ષિણ ગુજરાતમાં પાયલોટ સ્કેલ ટ્રાયલ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ટી.આર. અહલાવતે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા અને યુનિવર્સિટીના અન્ય કેન્દ્રોમાં એક હેક્ટર વિસ્તાર પસંદ કરી છે. વાણિજયક સ્તરે વધુ ઉત્પાદન અને વળતર મેળવવા વિસ્તારને અનુરૂપ કૃષિ કાર્ય પદ્ધતિ વિકસાવવા બંને ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સંકલનમાં કામગીરી કરશે. રબરના પાકને શરૂઆતના બે વર્ષ દરમિયાન ખાસ કાળજી અને સિંચાઈની જરૂર રહે છે, ત્યારબાદ અન્ય પાકોની જેમ સામાન્ય દેખરેખ હેઠળ જ તૈયાર થઇ જાય છે.દક્ષિણ ગુજરાતમાં રબરની ખેતીની શક્યતા તપાસવાના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને રબર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, કોટ્ટાયમ વચ્ચે એમઓયુ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ તેમજ રબર બોર્ડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડો. કે.એન.રાઘવનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. હસ્તાક્ષર સમારોહ દરમિયાન કુલપતિ ડો. ઝેડ.પી. પટેલે સમજાવ્યું કે દેશમાં રબરની ખેતી કરતા વિસ્તારની આબોહવા અને દક્ષિણ ગુજરાતની કૃષિ આબોહવા એકસમાન છે. જેથી ગુજરાતમાં ખેતી પદ્ધતિમાં નજીવા ફેરફાર સાથે રબરની ખેતી કરવાનો વિપુલ અવકાશ રહેલો છે. વધુ વળતર આપતા આ પાકને રજૂ કરવાનો હેતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના આવકના સ્ત્રોત તેમજ પાકોમાં વૈવિધ્યકરણ લાવવાનો છે. તદઉપરાંત સામાજીક વનીકરણમાં શરૂ અને નીલગીરીનો એક સારો વિકલ્પ આ રબર આપી શકે છે. આ પ્રસંગે ડો.કે.એન. રાઘવને પણ પુષ્ટિ આપી હતી કે કુદરતી રબર એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કાચો માલ છે કે જે લગભગ ૪૦,૦૦૦ ઉત્પાદનોની બનાવટોમાં ઉપયોગમાં લેવાય છે, જે રાષ્ટ્રના આર્થિક અને વ્યાપારી વિકાસ માટે અનિવાર્ય છે. ભારત રબરનો બીજાે સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. જાેકે ભારતમાં રબરનુ ઉત્પાદન ઓછુ હોવાથી રૂ. ૭૫૦૦ કરોડના રબરની આયાત કરાવામાં આવે છે. રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંશોધન નિયામક ડો. જેસી મેનેજીંગ ડાયરેક્ટરે વિસ્તાર માટે યોગ્ય વાવેતર સામગ્રી પ્રદાન કરવાની ખાતરી આપી છે. તેઓએ દાપચારી, મહારાષ્ટ્રના પ્રાદેશિક કેન્દ્ર ખાતે આપણા વિસ્તાર માટે યોગ્ય ક્લોન પહેલેથી જ નક્કી કરી રાખી છે.


