ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ દારૂબંધીના કડક અમલ અને દારૂની ગેરકાયદે વેચાણ વહન અટકાવવા/સેવન/રેન્જના જિલ્લાઓની પોલીસને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ અને ગઇ તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ વહેલી સવારે સ્પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો ઉપર અલગ અલગ જગ્યાઓએ વહેલી સવારે દરોડા પાડી, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.
*શોધી કાઢેલ કેસો*
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્યાન કુલ ૩૯ કેસો શોધી કાઢવામાં આવેલ છે.
*પકડાયેલ મુદ્દામાલ*
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર ૯૭ ,કિં.રૂ.૨,૩૪૪ –તથા આથો લીટર ૨૧૦, કિં.રૂ.૪૨૦/- દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૫૫૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૧૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
સદરહું ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ ૨૪ આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ, સેવન અને વહન અટકાવવા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે .
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


