ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ/કોર્ટ વોરંટના કામે વોન્ટેડ આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને/કોર્ટ વોરંટના કામે વોન્ટેડ આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા નામદાર પી.દુઆ સાહેબશ્રીની કોર્ટ ગોંડલના ફો.કે.નં.૩૯૯/૨૦૨૦ મુજબના કામે ઇસયુ થયેલ પક્કડ વોરંટના કામના નાસતા ફરતા આરોપીને ગોંડલ, વિરપુર વિ. જગ્યાઓએથી ચોરી કરેલ કુલ-૦૪ મોટર સાઇકલ સાથે અમરેલી, કુકાવાવ રોડ, ભારતનગર પાસેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ.
*પકડાયેલ આરોપી*
દિવ્યેશ ઉર્ફે દિવલો નથુભાઇ મકવાણા ઉ.વ.૨૬, ધંધો-મજુરી, રહે.મુળ ગામ કંટોલીયા, તા.ગોંડલ, જી.રાજકોટ હાલ રહે.ગોંડલ, ઘોઘાવદર રોડ, બુદ્ધનગર, નવા માળીયા, તા.ગોંડલ જી.રાજકોટ.
*ગુન્હાહિત ઇતિહાસ*
(૧) ગોંડલ પો.સ્ટે. જી.રાજકોટ સે.ગુ.ર.નં.૦૦૫૦/૨૦૧૯ એમ.વી.એકટ ક.૧૮૫
(૨) ગોંડલ પો.સ્ટે. જી.રાજકોટ ગુ.ર.નં.૩૫૧૦/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(૧)બી,
(૩) ગોંડલ પો.સ્ટે. જી.રાજકોટ સે.ગુ.ર.નં.૬૭૪૭/૨૦૨૦ એમ.વી.એકટ ક.૧૮૫
(૪) બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૦/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(૧)બી,
(૫) વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૪૫૧૦/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(૧)બી,
(૬) બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૧૦/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૬(૧)બી,
(૭) ગોંડલ પો.સ્ટે. જી.રાજકોટ ગુ.ર.નં.૦૦૧૧/૨૦ IPC ક.૩૭૯(એ)(૩),૧૧૪
(૮) વિરપુર પો.સ્ટે. જી.રાજકોટ ગુ.ર.નં.૧૯૨૪૨૦૨૨ IPC ક.૩૭૯
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


