Gujarat

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પૂરઝડપે આવી રહેલી બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતો હતો. ત્યારે મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં મોટરસાયકલ પર સવાર બે પૈકી એકનું મોત થયું હતું. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાખસીયા ગામે પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ નવલસિંગ બારીઆ અને તેમની સાથે ધાનપુર તાલુકાના મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ બારીઆ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે શંકરભાઈ એ પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ઝાડ સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે શંકરભાઈને શરીરે હાથે – પગે તેમ જ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા જયેશભાઇને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે ધાનપુર તાલુકાના વાખસીયા ગામે પટેલ ફળિયામાં રહેતા બાબુભાઈ નવલસિંહ બારીઆ દ્વારા સાગતાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *