Gujarat

દાહોદ તાલુકામાં ૩ સ્થળો પર સ્ટેટ વિજિલન્સ ટીમ ની રેડ, બે ઈસમોની અટકાયત તેમજ ચાર ફરાર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

દાહોદ
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમે ઓચીંતી દાહોદ તાલુકાના મેગા જીઆઈડીસી, ખરેડી અને નાની રાનાપુર એમત્રણ સ્થળોએ રેડ પાડી હતી જેમાં પોલીસ ને મોટી સફળતા હાથ લાગી હતી જેમાં કુલ રૂપિયા ૨,૨૯,૯૪૫/- ના વિદેશી દારૂના જથ્થા સાથે રોકડ રકમ ચાર વાહનો અને ચાંદી મળી કુલ રૂપિયા ૮,૩૩,૧૮૫/- નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે. જ્યારે આ રેડ માં બે ઈસમોની અટકાયત તેમજ ચાર ફરાર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકામાં આવેલા મેગા જીઆઈડીસી ખરેડી અને નાની રાણપુર ગામે મકાનોમાં ઓચીંતી રેડ પાડી હતી. જેમાં પોલીસે એમાનભાઈ પારસીંગભાઈ હઠીલા અને પ્રતાપભાઈ પ્રેમચંદભાઈ એમ બંને વ્યકિતની અટકાયત કરી હતી .મકાનોમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૬૧૩ જેની કુલ કિંમત રૂપિયા ૨,૨૯,૯૪૫/-, બે મોબાઇલ ફોન ચાર વાહનો તેમજ ચાંદીની રકમ મળી પોલીસે કુલ રૂપિયા ૮,૩૩,૧૮૫/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો .જ્યારે ફરાર વોન્ટેડ એવા ગોમાનભાઈ પારસીંગભાઈ હઠીલા, અનુભાઈ માવી, પીરીયો અને એક ગાડીનો ચાલક એમ કુલ ચાર ફરાર ઈસમો વિરુદ્ધ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત તમામ ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *