Gujarat

દિલ્હીમાં ધરણાં ઉપર બેઠેલા આશાવર્કરોને સમર્થન આપવા કલેક્ટર કચેરીમાં આશાવર્કરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા

વડોદરા
આગામી આવી રહેલી વિધાન સભાની ચૂંટણીના પગલે વહીવટી તંત્ર તૈયારીઓમાં જાેતરાયું છે. તો બીજી બાજુ પડતર માંગણીઓને લઇ છેલ્લા કેટલાંક સમયથી સરકાર સામે આંદોલન ચલાવી રહેલી આશાવર્કરોએ પોતાના ન્યાય માટે હજુ પણ લડત ચલાવી રહી છે. પડતર માંગણીઓને લઇ આશાવર્કરોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં ધરણાં ઉપર બેઠું છે. ત્યારે તેઓને સમર્થન આપવા માટે આશાવર્કરો વડોદરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચી હતી. અને ધરણાં-પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી વર્કરો બાદ આશાવર્કરો પડતર પ્રશ્નોને લઈને ૧૫ હજાર મહિલાઓ આંદોલન કરવામાં માટે દિલ્લી ગયા છે. અને દિલ્હીમાં પોતાની માંગણી પૂરી ન થાય ત્યાં સુધી ધરણાં ઉપર કરવાનો ર્નિણય કર્યો છે. આજે છ જેટલા દિવસથી આશાવર્કરો દિલ્હીમાં ધરણાં ઉપર બેઠા છે. પરંતુ, સરકાર દ્વારા કોઇ નિવેડો લાવવામાં આવ્યો નથી. પરિણામે આશાવર્કરોમાં સરકાર વિરૂધ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. અને આ રોષે ભરાયેલ આશાવર્કરો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી. અને સરકાર વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા નજીવો પગાર કે ભથ્થાઓમાં વધારો આપી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કર્મચારીઓ લોલીપોપ ગણી ફગાવી રહ્યા છે. જેમા જુની પેન્શન યોજનાની માગ કરતા કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કરો બાદ આશાવર્કરો અને આશા ફેસીલેટર બહેનોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી ફેસિલિટેટરને માત્ર ૨૦૦૦ અને આશાવર્કરોને ૨૫૦૦ રૂપિયા જેટલો મામૂલી પગાર વધારો જાહેર કરી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર જાણે ભીખ આપતી હોય એવું દેખાઈ રહ્યું છે. આ નજીવો વધારો કરતો જી. આર મંજૂર નથી અને એટલે પૂરા આક્રોશ સાથે આશા વર્કર તેમજ આશા ફેસીલીટેર બહેનો રાજ્ય ભરમાં જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઇ ગરબા રમ્યા હતા અને ભારે સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીએ મફતની રેવડી સમાન ગણાવી આંદોલન ઉગ્ર બનાવવાની તેમજ ૨૦૨૨ ની ચૂંટણીમાં ભાજપ સરકાર વિરુધ્ધ મતદાન કરીને યુવાઓ મહિલાઓનું શોષણ કરનાર શોષણખોર સરકાર ને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આશાવર્કરો અને ફેસિલિટેટર માટે ઇન્સેન્ટિવની નિતી બંધ કરી વર્ષોથી લઘુત્તમ વેતન મુજબનો પગાર આપવા ચંદ્રિકાબેન સોલંકી વર્ષોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે લઘુતમ વેતન મુજબ પગારની માગણીની સતત અવગણના કરતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યાં સુધી આશાવર્કરો અને ફેસીલેટર બહેનોની સંપૂર્ણ માંગો પૂરી નહિં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ અત્યારના તબક્કે જણાઇ રહ્યું છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *