સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ
આધુનિક સમય સાથે તાલ મેળવતા સરકારી હોસ્પિટલમાં પણ અવનવી તકનીક અને સારવાર તો ઉપલબ્ધ છે ત્યારે પ્રવર્તમાન સમયમાં પ્રસૂતિ દરમિયાન થતા દુખાવા વગર પણ નોર્મલ ડિલિવરી માટેની સુવિધા હાલ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઉપબ્ધ કરવામાં આવી હોવાની વિગત ડો. સુશીલકુમાર દ્વારા આપવામાં આવી હતી અને ખાસ જણાવવામાં આવ્યું હતું કે કદાચ એવું પણ કહી શકાય કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ તકનીકી સારવારની સૌ પ્રથમ શરુઆત કરવામાં આવી છે અને આ પ્રયત્નથી નોર્મલ ડિલિવરીની સંખ્યા પણ વધશે. ખાસ જે સગર્ભા બહેનોને દુખાવાનો ડર લાગે છે અને તેના કારણે સીજીરિયન કરાવે છે તેમના માટે આ ખુબજ સારા સમાચાર છે.
સિવિલ હોસ્પિટલમાં એનેસ્થીસ્યા વિભાગના પ્રોફેસર અને હેડ ડો. કનવી વાનીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દુખાવા વગરની નોર્મલ ડિલિવરી માટે આજ પ્રથમ વખત પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ ઇવનગરનાં પ્રીતિબહેન નામના દર્દીને હોસ્પિટલમાં પેનલેસ ડિલિવરી માટેની પદ્ધતિ વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ આજ સૌ પ્રથમ વખત પેનલેસ ડિલિવરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે ડિલિવરી સમયે સગર્ભા બહેનોને માં માનસિક તણાવ અને હ્રદય અને ફેફસાંની પ્રક્રિયામાં પણ ફેરફાર આવતો હોય છે તે અટકાવી શકાય છે અને સાવ સહેલાયથી નોર્મલ ડિલિવરી થાય છે જેની બાળક અને માતા બન્ને સ્વસ્થ રહે છે.
સગર્ભા બહેનો માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દુખાવા વગર નોર્મલ ડિલિવરી માટેની તકનીકનો ઉપયોગની આશીર્વાદ રૂપ રહશે.
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ


