જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
———-
ગીર સોમનાથ, તા.૨૯: સમગ્ર દેશમાં ઈટ રાઈટ ઈન્ડિયા અન્વયે ઈટ રાઈટચેલેન્જનું આયોજન થયું હતુ. જેમાં દેશભરના ૧૮૮ જિલ્લા- શહેરોમાંથી ગીર સોમનાથજિલ્લાએ સમગ્ર દેશમાં ૧૫મું સ્થાન મેળવ્યુ છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાદ્વારા વર્ષ ૨૦૨૦–૨૦૨૧ માં ઈટ રાઈટ ઈન્ડીયા ચેલેન્જ યોજવામાં આવીહતી.જે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીરસોમનાથતરફથી માનનીય કલેકટર સાહેબશ્રી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ કામગીરી કરેલ હતી. આસ્પર્ધા દ્વારા લોકોને સ્વચ્છ અને સુપોષિત ખોરાક મળી રહે તે માટે ઈટ રાઈટ કેમ્પસ, લાયસન્સ,રજિસ્ટ્રેશનનીકામગીરી, કેમ્પ,ભોગ સર્ટીફીકેશન,ખાદ્ય ચીજના સેમ્પલીંગ, હોટેલરેસ્ટોરન્ટ, ફુડ ઈન્ડસ્ટ્રીઝનુ ઈન્સ્પેકશન, હાઈજીનરેટીંગ,તાલીમ કાર્યક્રમો, ડીજીટલમીડીયા અવેરનેસ તથા જાહેર સ્થળ પર જન જાગૃતિ કાર્યક્રમ વગેરે યોજવામાં આવ્યા હતા. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએતાજેતરમાં વર્લ્ડ ફુડ સેફટી ડે તા. ૦૭/૦૬/૨૦૨૨ના દિવસે મૂલ્યાંકન કરી રેટીંગ્સજાહેર કરતા ગીર સોમનાથ જિલ્લાએ સમગ્ર દેશમાં ૧૫મું સ્થાન મેળવ્યું હતું તેમજરાજયના જિલ્લાઓમાં ગીર સોમનાથ જિલ્લો ૦૨ (બીજા) સ્થાને રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસ્પર્ધામાં દેશભરમાંથી ૧૮૮ અને રાજયમાંથી ૨૮ શહેર – જિલ્લાઓએ ભાગ લીધો હતો.


