Gujarat

ધો-૯માં અભ્યાસ કરતી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગની કન્યાઓને રાજ્ય સરકારની ભેટ  

રાજ્ય સરકારે વિવિધ યોજનાઓના માધ્યમથી કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર આપ્યો છે. વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, શાળાએ નિયમિત આવે અને ખાસ કરીને શાળાથી દૂર નિવાસ કરતી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સુલભતા રહે તે માટે ધો – ૯માં અભ્યાસ કરતી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગની કન્યાઓ માટે સરસ્વતી સાધના યોજના અમલમાં મુકવામાં આવી  છે.

   જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ધો – ૯ માં અભ્યાસ કરતી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગની ૫૦૬૭ જેટલી કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવી છે.

   ઉલ્લેખનીય છે કે, કન્યા કેળવણીની દિશામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ અનેક નવી પહેલ કરવાની સાથે દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા ઘણી યોજનાઓ અમલમાં મૂકી હતી. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ રાજ્યના શૈક્ષણિક વિકાસને નવો વેગ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *