Gujarat

ધોરાજી તાલુકાના ભોળા ગામમાં ગૌચરની જમીન પર દબાણ દૂર કરવા ગ્રામજનોની માંગ

કેપ
સાધુ સંતોને આપેલી જમીન વેચાતી લઇ ને હેડિંગ
ભૂમાફિયાએ ધોરાજીના ભોળા ગામે 50 વીઘા સરકારી જમીન પર જમાવ્યો કબજો
પેટા
મસમોટી  પેશકદમી બાબતે ભોળા ગામના  લોકોમાં ઉગ્ર આક્રોશ, પેશકદમી સુધી રેલી યોજીને ઓ માફિયાઓને ઝેર કરવા કરી
માગણી
પેટા
ખુદ ગામના મહિલા સરપંચ ના પતિદેવે આગેવાની લઈને પેશકદમી સુધી ગ્રામ લોકોને લઈ ગયા
પેટા
અનેક વખત મામલતદાર તેમજ કલેકટરને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
પેટા
ભૂમાફિયા એ કરેલી પેશકદમી તાકીદે દૂર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપતા મહિલા સરપંચના પતિ
પેટા
દબાણ દૂર કરવાની ગ્રામ પંચાયત નોટિસને અવગણીને ભુમાફિયાએ ચાલુ કરી ધાક ધમકી
જેતપુર, તા.8 (હરેશ ભાલીયા દવારા)
ધોરાજી તાલુકાના ભોળા ગામે પંચાયત અંતરે સાધુ સંતોને આપેલી પાંચ પાંચ વીઘા જમીનને વેચાતી લઇ ને એક ભૂમાફિયા એ આજુબાજુની વધુ ૪૦ વિઘા મળીને કુલ 50 વિઘા જેટલી જમીન પર પેશકદમી કરી દેતા ભોળા ગામના લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
 આજે ભોળાના જાગૃત નાગરિકોને સાથે રાખી ને મહિલા સરપંચના પતિએ પેશકદમી વાળી જગ્યા પાસે પહોંચીને પેશકદમી તાકીદે ખુલ્લી કરવામાં આવે તેમ જ કસુરવાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોરચાર કર્યા હતા. સૌથી વધુ દુઃખની વાત એ છે કે ભૂમાફિયા એ વાડી લીધેલી જમીન સરકારી ખરાબો અને ગૌચરની છે આ વાતને લઈને ભોળા ગામના લોકોમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ધોરાજી તાલુકાના ભોળા ગામે આવેલ સરકારી ખરાબાની તેમજ ગૌચરની જમીન ઉપર એક ભૂમાફિયાએ જિરાફ જેવડી પેશકદમી કરીને પોતાની ખેતીનું વાવેતર કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ભૂમાફિયા એ દબાવેલી જમીન હકીકતમાં ભૂતકાળમાં પંચાયત  સમયાંતરે સાધુ-સંતોને પાંચ પાંચ વીઘા જમીન દાનમાં આપી હતી. આ જમીન કોઈ પણ ભોગે ખરીદીને માફિયાએ આજુબાજુની વધુ એટલે કે આશરે 50 વિઘા જેટલી જમીન ઉપર પેશકદમી કરીને વાવેતર શરૂ કરી દેતા  ભોળા ગામના લોકોમાં ઉગ્ર અસંતોષ સાથે રોષ જોવા મળી રહ્યો છે.
 ગામના જાગૃત લોકો કહે છે કે ભોળા ગામની સરકારી ખરાબાની જમીન તેમજ ગૌચરની જમીન દબાવનાર ભૂમાફિયાઓ ક્યાં રહે છે તે હાલમાં કહી શકાતું નથી પરંતુ ઉપલેટામાં પણ કોઈ આવી પેશકદમી કરીને તેમનું ભોપાળુ છતુ  થઈ ગયા બાદ તે ઉપલેટા છોડીને ભોળા ગામે રહેવા આવી ગયો છે.
ધીમે ધીમે સરકારી ખરાબાની તેમજ ગૌચરની મોટી જમીન વાળી લેતા આ પેસકદની બાબતે સમયાંતરે ભોળા ગામના લોકોએ સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને કલેકટર સુધી રજૂઆતો કરી છે. પરંતુ પરિણામનો પારો સુન્યથી ઊચો આવતો ન હોય ભૂમાફિયા સાથે લાગતા વળગતા સરકારી તંત્રની મિલિભગત હોવાનું સાબિત થઇ રહ્યું હોવાના પ્રજાના આક્ષેપો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ મામલે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆતો કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા તંત્રને અનેકવાર અરજીઓ આપવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા દબાણ દૂર નહિ કરાતાં આખરે ગ્રામ પંચાયતનાં પદાધિકારીઓ તેમજ ગ્રામજનોએ ગામના પાદરમાં સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ગૌચરની જમીન પર ઘસી ગયા હતા તેમજ જગ્યા પર પેશકદમી દૂર કરવા માટેની માગ કરી હતી.
વારંવાર  રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નાં આવતા ગામલોકો દ્વારા કાઢવામાં આવેલ રેલીમાં પોલીસ તેમજ મીડિયાનો સહારો લેવાયો હોવાનું જોવા મળ્યું હતું.
બોક્સ
ભુમાફિયા સામે પગલાં ભરવા સરપંચની માંગ
આજે પેશકદમી વાળી જગ્યાએ ગ્રામજનો સાથે રહેલા ભોળા ગામના મહિલા સરપંચના પતિ એ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારી ખરાબો તેમજ ગૌચરની જમીન ઉપર પેશકદમી કરી લેવાતા આવી પેશકદમી દૂર કરવા તેમના દ્વારા અગાઉ અનેક વખત નોટિસો આપવામાં આવી છે છતાં તંત્રની નોટિસને અવગણીને ભુમાફિયા લાજવાને બદલે ગાજી રહ્યા છે. આ બાબતે ગામના કોઈ જાગૃત લોકો અવાજ ઉઠાવે તો તેઓને છરી ચાકા અને બંદૂક બતાવીને ધાકધમકી આપવામાં આવતી હોવાનું પણ મહિલા સરપંચના પતિ ને જણાવ્યું હતું
બોક્સ : ભુમાફિયા દ્વારા ધાકધમકી
ગૌચરની જમીન પર પેશકદમી કરનાર  સામાજિક તત્વો હોય   ગ્રામજનોને ધાકધમકી તેમજ સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી  ગ્રામજનોએ તંત્ર પાસે વ્હેલી તકે 50 વીઘા જેટલી જમીન પર  પેશકદમી દૂર કરવાની માંગ કરી હતી..
બોક્સ : કઈ જમીન પર કરાયું દબાણ ??
ભૂતકાળમાં ગ્રામ પંચાયત દ્વારા 10 વીઘા જમીન મદિરનાં પૂજા કરતા પૂજારીને આપેલ હતી. તે જમીન યેન કેન પ્રકારે ખરીદ કરી લીધી હતી. તેમજ ગૌચરની જમીનમાં ઉગેલા વૃક્ષોનું નિકંદન કાઢી  જમીન ખાલી કરી તેમાં વાવેતર કરવામાં આવી રહ્યું હોઈ તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
બોક્સ : ગેરકાયદે વીજ જોડાણ, તંત્રને દબાણ
             સ્થળે બોલાવતા ગ્રામજનો
ભૂમાફિયા એ જે જગ્યાએ મોટી  પેશકદમી  કરી છે તે જગ્યાએ ગેરકાયદેસર રીતે વીજ જોડાણ લેવાયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્થળ પર ધોરાજી પીજીવીસીએલને ફોન કરી બોલાવ્યા હતા.આ સાથે પીજીવિસીએલ દ્વારા ચેકીંગ કરતા વીજ ચોરી સામે આવી હતી.આ અસામાજિક તત્વો સ્થળ ઉપર હજાર નાં હોવાથી પીજીવિસીએલની ટીમે વિઝિટ કરી પોલીસ કેસ કરવાની ત્યારીઓ હાથ ધરી હતી.

Screenshot_20220408-083909__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *