ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ – અમરેલી સહિતના સૌરાષ્ટ્રમાં દાહોદ ગોધરા વાસીઓની વ્યાપક વસ્તી આવેલ છે જે ગરીબ અને ભાગ્યેજ ભણેલા મજૂરો હોય છે વાર તહેવાર કે વ્યવહારિક કામે તેઓના વતન જવાની ખાંભા – ઉના તાલુકાને સાંકળતી આ એક બસ હોવા છતાં મનના તરંગ પ્રમાણે ચાલવાની ટેવ ધરાવતા ડ્રાઈવર આ બસને ખાંભા બસ સ્ટેન્ડના બદલે ભગવતીપરા ખાતે હોટેલોમાં ઊભી રાખી
તથા ખાંભાના બસ સ્ટેન્ડના બદલે જાહેર રોડ ઉપર અડધો મિનિટ ઊભી રાખી ભગાવી મૂકાતા હોવાથી દાહોદ ગોધરાના મુસાફરો સહિતના અન્ય મુસાફરો રખડી પડતાં હોય
આ બાબતે એમોએ ડેપો મેનેજર સાથે ૬૩૫૯૯૧૮૬૭૧ ઉપર અનેક વખત ફરિયાદ કરતાં ડ્રાઈવર-કંડક્ટરને ડેપો મેનેજર દ્વારા મોબાઈલ ઉપર સૂચના આપવા છતાં ડ્રાઈવર કંડકટરો નિયમિત પણે નિયમોનો ઉલાળિયો કરી ખાંભાના ગાંધી ચોક કે જ્યાં તમામ ST બસો પાંચ મિનિટ હોલ્ટ કરે છે ત્યાં બસ ઊભી રાખતા ન હોવાથી મુસાફરો ભારે હેરાન થાય છે
તેથી આપની કક્ષાએ થી યોગ્ય કાર્યવાહી કરવા અને આ રુટ ઉપર ચાલતા ડ્રાઈવર કંડક્ટરોને લેખિતમાં સૂચના આપવા, મુસાફરો અને GSRTCના વ્યાપક હિત ખાતર અમારી માંગણી છે
લી.
