Gujarat

નડિયાદમાં આચાર્ય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજનું ૩ દિવસ પ્રવચન યોજાશે

નડિયાદ
નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ધર્મચક્ર તપ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્‌ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને હર્ષવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ પધારેલા મહારાજ સાહેબનુ નડિયાદ સ્થિત ડભાણ ભાગોળ ખાતે રૂકમણી ટાવર નજીક સામૈયું કરવામાં આવ્યું હતું. અને ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સામૈયા દરમિયાન જૈન સમાજના લોકો ઉમટ્યા હતા અને બેન્ડવાજા દ્વારા મારા સાહેબનું? વિશેષ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસ સુધી મહારાજ સાહેબ રોકાવવાના હોવાથી શહેરના મુખ્ય જૈન દેરાસર ખાતે આ દરમિયાન તેઓનુ વ્યાખ્યાન પણ યોજાશે. મહત્વનું છે કે નડિયાદના ૫૨ નવયુવાનો બેન્ડ?વાજાથી જૈન સમાજ નડિયાદને સમર્પિત થયા છે. તેઓ દ્વારા પણ મહારાજ સાહેબનુ સ્વાગત કરવામાં આવ્યું છે.જૈનોની તપોભૂમિ અને સાક્ષરભૂમિ તરીકે ઓળખાતા ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિહાર કરતા કરતા નડિયાદ મૂકામે આવી પહોંચ્યા છે. આ દરમિયાન પધારેલા મહારાજ સાહેબનું ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Acharya-Jagvallabhasurishwarji-Maharaj-Saheb-with-his-disciples.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *