નવનિયુક્ત આઈ.જી.ગૌતમ પરમારનું બોટાદ જીલ્લા SP કીશોર બળોલીયા,DYSP મહર્ષિ રાવળે બુકે આપી સ્વાગત કર્યુ..
આજરોજ નવનિયુક્ત ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર બોટાદ ની મુલાકાતે આવી પહોંચ્યા હતા.ભાવનગર રેન્જ માં ફરજ બજાવતા આઈ.જી. અશોક કુમાર યાદવ ની રાજકોટ રેન્જ માં બદલી થતા તેની જગ્યાએ ભાવનગર રેન્જ માં આઈ.જી. તરીકે ગૌતમ પરમાર એ ચાર્જ સંભાળ્યો હતો અને આજરોજ તેઓ પ્રથમ વાર બોટાદ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આઈ.જી. ગૌતમ પરમાર નું બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને ડી.વાય.એસ.પી.મહર્ષિ રાવળે બુકે આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે બોટાદ જીલ્લાના DYSP.PI.PSI સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ આઈ.જી.ગૌતમ પરમારે બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર-બોટાદ


